તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:અટલાદરા મંદિર સામે આવેલા યજ્ઞ પુરુષ સભાસ્થળ ખાતે 500 પથારીનું સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર બનાવાશે

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે યજ્ઞ પુરુષ સભાસ્થળે મિટિંગ કરી - Divya Bhaskar
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે યજ્ઞ પુરુષ સભાસ્થળે મિટિંગ કરી
 • આગામી 4 થી 5 દિવસમાં પ્રથમ તબક્કાના 150 બેડ તૈયાર કરી દેવાશે

પ્રશાસન દ્વારા કોવિડ સારવારની સુવિધાના વિસ્તરણ ના રૂપમાં અટલાદરા માં બી.એ.પી.એસ. હોસ્પીટલ ની પાછળ અને સ્વામિનારાયણ મંદિર સામે આવેલા યજ્ઞ પુરુષ સભા સ્થળ ખાતે 500 પથારી નું સુવિધાસભર સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર બનાવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે આ સ્થળનું નિરીક્ષણ કરવાની સાથે સંતો અને અગ્રણીઓ સાથે પરામર્શ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે આ સુવિધામાં આઇસીયુ અને વેન્ટિલેટર કેર હોસ્પિટલનો સમાવેશ થશે. આ સુવિધા માટે આઇ.ઓ.સી.એલ. ભંડોળ સહયોગ આપશે અને એઇમ્સ ઓકસીજન 13000 લિટર ક્ષમતા ની પ્રવાહી ઓકસીજન સંગ્રહ ટાંકી બનાવશે. એલ.એન્ડ ટી.ઓકસીજન વિતરણ નું પાઇપ લાઈન નેટવર્ક બનાવવામાં અને રાજ્ય સરકારનું પી.આઇ. યુ.સિવિલ કામોમાં સહયોગ આપશે.

આ સુવિધા ખાતે તબીબી સારસંભાળ ની જવાબદારી સયાજી હોસ્પિટલ અને બાપ્સ હોસ્પિટલ સાથે મળીને અદા કરશે અને તેમાં નજીકની કેટલીક ખાનગી હોસ્પિટલો ને સહયોગી બનાવાશે.સ્વામી નારાયણ છાત્રાલય આ સુવિધાનો ભાગ બનશે. તેને સાકાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 4 થી 5 દિવસમાં પ્રથમ તબક્કામાં 150 બેડ તૈયાર કરી દેવાનું લક્ષ્ય છે.

ડો.વિનોદ રાવે યજ્ઞ પુરુષ સભાસ્થળ ખાતે નિરીક્ષણ કર્યુ
ડો.વિનોદ રાવે યજ્ઞ પુરુષ સભાસ્થળ ખાતે નિરીક્ષણ કર્યુ

ખાસ ફરજ પરના અધિકારીએ મધ્ય ગુજરાતના જિલ્લા કલેકટરો સાથે વધુ એક વાર કર્યો સંવાદ
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે વધુ એકવાર દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલ,ભરૂચ,નર્મદા, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાઓના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ થી સંવાદ કર્યો હતો તથા વડોદરા સહિત નવ જિલ્લાઓ માં ઉપલબ્ધ કોવિડ સારવાર ની સુવિધાઓ ના એક પુલના રૂપમાં વડોદરા મહાનગર પાલિકાની વેબસાઈટ સાથે સંકલન કરી વડોદરા તરફ આવતા દર્દીઓના ધસારા નું નિયમન કરવા પરામર્શ કર્યો હતો.

વડોદરા સિવાય ઉપરોક્ત જિલ્લાઓમાં 130 માન્ય સરકારી ખાનગી હોસ્પિટલોમાં કોવિડ ની સારવાર માટે 5211 પથારીઓ,3321 ઓકસીજન બેડ,786 આઇસીયુ બેડ અને 417 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ પુલ અને ઓનલાઇન સંકલન ના પગલે તમામ કેટેગરીમાં જે તે સમયે રિયલ ટાઈમ ઉપલબ્ધ બેડની જાણકારી મળી રહેશે જેનું 108 સાથે સંકલન કરવામાં આવશે.

જેથી દાહોદ અને પંચમહાલના દર્દીઓને વડોદરા લાવ્યા વગર 108 દ્વારા સીધા દાહોદ કે ગોધરા,ભરૂચના દર્દીઓને અંકલેશ્વર,આંકલાવ કે બોરસદ ના દર્દીઓને સીધા કરમસદ લઈ જવાનું શક્ય બનતા ઝડપી અને સમયસર સારવારના સંકલન થી જીવન રક્ષાને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો