તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીની મુલાકાતમાં ભાંડો ફૂટ્યો:ડેસર CHCનાં ગેરહાજર મહિલા તબીબની દેડિયાપાડા બદલી કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સ્પાયર દવાઓ મળી
  • પાદરા CHCના ડોક્ટર સામે પણ પગલાં ભરવાં સૂચના

મારું ગામ કોરોનામુક્ત ગામ હેઠળ ડેસરની મુલાકાતે ગયેલા મંત્રી યોગેશ પટેલને સીએચસી સેન્ટરમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી હતી. ઉપરાંત ડોક્ટર પણ હાજર ન હોવાથી મંત્રીએ મહિલા ડોક્ટરની સામે શિક્ષાત્મક પગલા લેતા તેમની નર્મદા-ડેડીયાપાડા ખાતે બદલી કરી દેવાઈ છે. જ્યારે પાદરા સીએચસીના કર્મચારી વિરૂધ્ધ પણ શિક્ષાત્મક પગલા લેવા આદેશ કર્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની મુલાકાત વેળા ડેસર સીએચસી સેન્ટરમાં કેટલીક અનિયમિતતા ધ્યાનમાં આવી હતી. જેમાં સીએચસી સેન્ટરના મુખ્ય ડોક્ટર કલ્પનાબેન શાહ હાજર જોવા મળ્યાં ન હતા.જ્યારે તેમનો દર્દીઓ સાથેનો અભિગમ પણ નકારાત્મક હોવાનું જાણવા મળ્યું હતું. આ સેન્ટર પર આરટીપીસીઆર ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી પણ ખુબ નબળી હતી. જ્યારે સ્ટાફ પણ હાજર ન હતો. દવાઓના રૂમમાં ચકાસતા એક્પાયરી ડેટની દવાઓ મળતા તબીબ કલ્પનાબેન શાહની નર્મદા-દેડીયાપાડા કરી દેવાઈ છે.

પાદરા ખાતે સીએચસી પણ ફાર્માસીસ્ટ હાજર ન હતા.જ્યારે ગંદકી પણ ખુબ હતી. સીએચસીનો સ્ટોર બંધ હોવાથી તાળુ તોડાવવું પડ્યું હતું. જેથી પાદરા સીએચસી સેન્ટરના ડોક્ટર સામે પણ શિક્ષાત્મક પગલા ભરવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...