તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:વરસાદમાં પરાગરજ ઘટતાં ઇમ્યૂનિટી વધે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસો ઘટવા પાછળનું અેક કારણ અા પણ છે
  • 31 દેશોમાં 150 વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કોરોના એડવાઇઝર ડો. શિતલ મિસ્ત્રીનો મત

હાલમાં ચોમાસામાં વરસાદ પડતાં કોરોનાના કેસો ઘટી રહ્યાં હોવાની ચર્ચા લોકોમાં હતી પણ તેના માટે એક વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે પરાગરજ ઘટતાં આપણા શરીરમાં ઇન્ફેટેરોન નામના અંતસ્રાવમાં વધારો થાય છે. ઇન્ફેટેરોન આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જેથી વાતાવરણમાં જ્યારે પરાગરજ વધે છે ત્યારે આપણી રોગ પ્રતિકારકશક્તિ ઓછી થતાં વાઇરસને લગતી બીમારી વધવા માંડે છે. આ વિશે કોરોના એડવાઇઝર ડો. શીતલ મિસ્ત્રી કહે છે કે, ‘ આ વિશે 31 દેશોના 150 વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને આ અભ્યાસ બહાર પાડ્યો છે. ભારતમાં ફેબ્રુઆરીથી મે દરમિયાન પરાગરજ વધુ હોય છે.

આ ઉપરાંત સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં પરાગરજનું પ્રમાણ વધે છે. પણ હાલમાં ગ્લોબલ વોર્મિંગને લીધે ઋતુઓ લંબાઇ જતાં આ સમયગાળામાં ફેરફાર જોવા મળે છે. ફેબ્રુઆરી 2022માં કોરોનાની આ કારણસર એક મોટી લહેર આવી શકે છે.’ પ્રદુષણને લીધે વૃક્ષો પર પરાગરજનું પ્રમાણ વધે છે તેના લીધે વ્યક્તિમાં ઇન્ફેટેરોનનું પ્રમાણ વધી જતાં તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જૂન મહિનાથી કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગત વર્ષે જુલાઇ બાદ કેસોમાં ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...