કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 5 પોઝિટિવ, કુલ કેસ 71,939 થયા, ચિકનગુનિયાના 26 અને ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1466 સેમ્પલ પૈકી 5 પોઝિટિવ અને 1461 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 5 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,939 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,297 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં આજે ચિકનગુનિયાના 26 કેસ અને ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે.

હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
આજે ગુરૂવારે લેવાયેલા 1,466 નમૂનાઓમાંથી 5 લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ડેન્ગ્યુના 21 નવા કેસ મળ્યા
વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. આજે એક દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 21 નવા કેસ મળી આવ્યા હતા જ્યારે ચિકન ગુનિયાના પણ 26 નવા દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,756 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,939 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,928, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ વાઘોડિયા રોડ, પંચવટી, સિંધવાઇ માતા રોડ, નિઝામપુરા

ગ્રામ્યઃ રણોલી

અન્ય સમાચારો પણ છે...