તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર ખૂટી ગયાની ઘટના બાદ લિક્વિડ ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવાનો નિર્ણય

વડોદરા3 મહિનો પહેલા
  • ઓક્સિજનનો કોઇ અભાવ ન હોવાનો કમિટીએ પ્રાથમિક અહેવાલ OSD વિનોદ રાવ સમક્ષ રજૂ કર્યો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે ઓક્સિજનના બોટલ ખૂટી પડતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ઓક્સિજન સિલિન્ડરો ખૂટી જવાની સામે આવેલી ઘટના બાદ તપાસ કમિટી નિમવામાં આવી હતી. જે કમિટી દ્વારા ઓક્સિજનનો કોઇ અભાવ ન હોવાનો પ્રાથમિક અહેવાલ OSDને રજૂ કરવામાં આવ્યો હતો. ઓક્સિજનના અભાવની ઘટના સામે આવ્યા બાદ સયાજી હોસ્પિટલમાં આગામી 3-4 દિવસમાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારે રાત્રે ઓક્સિજન ખૂટી જતા સયાજી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવવા સયાજી હોસ્પિટલને પ્રાધાન્ય આપે છે અને હાલમાં હજારો દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ઘણા દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઇ રહ્યા છે. દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ઓક્સિજનના બોટલો ખલાસ થઈ ગયા હોવાની જાણ કર્મચારીઓએ તબીબોને કરતા જવાબદાર અધિકારીઓએ ઓક્સિજનના સિલિન્ડરો લાવવા માટે દોડધામ કરી મુકી હતી. અને એક કલાકમાં સિલિન્ડરોની વ્યવસ્થા કરી દીધી હતી. 

સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હોવાથી ઓક્સિજનનો સ્ટોક રાખવો જરૂરી છે
સયાજી હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સેન્ટરના પગલે ઓક્સિજનનો સ્ટોક રાખવો જરૂરી છે. 20 સિલિન્ડર હોય ત્યારે જ સ્ટોક કરી દેવાનો હોય છે, પરંતુ, તંત્રના અંધેર તંત્રના કારણે 20 સિલિન્ડરો ખલાસ થઇ ગયા પછી પણ સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં ન આવતા તંત્રને મોડી રાત્રે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરવાનો વખત આવ્યો હતો.

સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરો ઉપલબ્ધ હોવાનો પ્રાથમિક અહેવાલ
ઓક્સિજન સિલિન્ડરો અંગેની ઘટના સામે આવ્યા બાદ ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે આ અંગેની તપાસ કરવા માટે તપાસ કમિટીની નિમણૂંક કરી હતી. તપાસ કમિટીના વુડાના CEO અશોક પટેલ, કોવિડ મેનેજમેન્ટ સલાહકાર ડો. મીનુ પટેલ, અને પ્રાદેશિક નાયબ આરોગ્ય અધિકારી ડો. પાઠકે સવારે સયાજી હોસ્પિટલમાં તપાસ કરી હતી. સબંધિત વિભાગના તબીબો સાથે ચર્ચા કરી હતી. તપાસના અંતે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરો સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો પ્રાથમિક અહેવાલ OSDને રજૂ કર્યો હતો. 

સયાજી હોસ્પિટલમાં ત્રણ-ચાર દિવસમાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરાશે 
આ તપાસ દરમિયાન આગામી ઓગસ્ટ માસમાં કોવિડના દર્દીઓ માટે પથારીની વધનારી સંખ્યાને ધ્યાનમાં લઇ આગામી ત્રણ-ચાર દિવસમાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે ઓક્સિજનના સિલિન્ડરોના અભાવની બુમો દૂર થઇ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો