હુકમ:દિવ્યાંગ સહિતના કર્મીની બદલી ન કરવાનો નિર્ણય, નિવૃત્તિના આરે આવેલા સહિત 35ને મૂળ જગાએ મૂકાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા વોર્ડ બન્યા બાદ બદલી કરાઈ હતી

નવા 7 વોર્ડ બનતાં પાલિકા દ્વારા ક્લાર્ક કક્ષાની સામૂહિક બદલી કરાઈ હતી. જેમાં નિવૃત્તિના આરે આવેલા કર્મીઓ અને દિવ્યાંગ કર્મચારીઓએ નારાજગી ઠાલવી હતી. પાલિકાના કર્મચારી યુનિયને રજૂઆત કરતાં તંત્રે 15 કર્મીને પરત જૂના સ્થળે ફરજ બજાવવા હુકમ કર્યો છે.

19 ઇલેક્શન વોર્ડ મુજબ શહેરમાં વધુ 7 નવા વહીવટી વોર્ડ બનાવાયા હતા. જેમાં કર્મચારીઓની સામૂહિક બદલી કરાતાં વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ તથા પાલિકાના તમામ યુનિયનોએ વાંધો ઉઠાવી સામૂહિક બદલીથી કર્મીઓને થતી હેરાનગતિ અને હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં નિવૃત્તિના આરે આવેલા અને દિવ્યાંગ કર્મચારીઓને પડતી મુશ્કેલી અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની સામૂહિક બદલી એક ઝોનમાંથી બીજા ઝોનમાં કરાતાં નિવૃત્તિના આરે આવેલા અને દિવ્યાંગ હોય તેવા કર્મચારીઓની બદલી થતાં મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવતાં તે બાબતે પુનર્વિચારણા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્તિના આરે અને દિવ્યાંગ એવા 15 કર્મી અને અન્ય 20 મળી કુલ 35 કર્મચારીઓને મૂળ જગ્યાએ અને ઝોનમાં જ મૂકવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...