• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Decision In District Electoral Roll Inspection Committee Meeting To Make Efforts To Increase Voter Registration In Vadodara City district

બેઠક:વડોદરા શહેર-જિલ્લામાં મતદારોની નોંધણી વધારવાના પ્રયત્નો કરવા જિલ્લા મતદારયાદી નિરીક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવા મતદારોની સમગ્ર મતદાર નોંધણી પ્રકીયામાં ભાગીદારી વધારાશે
  • જિલ્લા મતદારયાદી નિરીક્ષણ સમિતિની બેઠકમાં શાળા અને કોલેજોના આચાર્યો ઉપસ્થિત રહ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તેવા પ્રયત્નો કરવા માટે જિલ્લા મતદારયાદી નિરીક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાંય ખાસ કરીને યુવા મતદારોની સમગ્ર મતદાર નોંધણી પ્રકીયામાં ભાગીદારી વધે એ બાબત ઉપર લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, લક્ષિત ઉંમરના યુવાનો મતદારયાદીમાં નામ નોંધણી થાય એવા પ્રયત્નો સૌ સાથે મળીને કરવા જોઇએ. આ માટે નાગરિકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. ઇવીએમ અને વીવીપેટ અંગે લોકોને માહિતગાર કરીને " ચેડા કરવા " શક્ય નથી એ સમજાવવા પડશે.

તેમણે આ બેઠકમાં કહ્યું કે, મે-2022ના પ્રથમ અઠવાડીયામાં વેકેશન શરૂ થવાને ત્યારે મતદાર જાગૃતિ કાર્યક્રમ નોડલ અધિકારી સ્વીપના સંકલનમાં રહીને કરવામાં આવશે. મતદાર સાક્ષરતા ક્લબ્સમાં સ્પર્ધાઓ અથવા ઇવેન્ટ, મતદાર સાક્ષરતા ક્લબ અંતર્ગત રચાયેલ શાળા અને કોલેજોના સોશિયલ મિડીયા ( વ્હોટ્સ એપ, ટેલીગ્રામ, ફેસબુક, ટ્વીટર એક્ટીવ કરીને માહિતી વધુમાં વધુ શેર કરવી જાગૃતિ પ્રસરાવી શકાય છે. તેમણે શાળા અને કોલેજ કક્ષાએ યુવાનો જાગૃત કરવા માટે વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો યોજવા પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં વિવિધ શાળા કોલેજના આચાર્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...