તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:ડિસેમ્બર ઠંડોગાર રહેશે હવામાન ખાતાનો વર્તારો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પવનોની ગતિ વધતાં ઠંડીની તીવ્રતા વધી
 • આજે ઠંડીનો પારો 15 ડિગ્રી રહેવાની શક્યતા

બંગાળની ખાડીમાં વાવાઝોડાની અસર પૂરી થતા ફરીથી શહેરમાં ઠંડા પવનો ફુંકાતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. રવિવારે સાંજ પડતા જ વાતાવરણ ઠંડુગાર થયું હતું. ઠંડા પવનોની અસર ધીરેધીરે વધતા ડિસેમ્બરના ત્રીજા અને ચોથા અઠવાડિયા સુધી ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં બરફવર્ષા થવાથી ઠંડા પવનો મેદાની વિસ્તારમાં ફુંકાઈ રહ્યાં છે. વડોદરાની ભૌગોલીક પરિસ્થિતિ મુજબ મેદાની વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોના પગલે જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાય છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં ડિસેમ્બરમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. તો બીજી તરફ વર્ષ 2020માં પણ ડિસેમ્બર મહિનો ઠંડોગાર રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે મહત્તમ તાપમાનનો પારો 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 15.4 ડિગ્રી નોંધાયો હતો. મંગળવારે ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.

2 વાવાઝોડાથી ઠંડીમાં વધઘટ
2019ના નવેમ્બર મહિનામાં ‘મહા’ વાવાઝોડાના પગલે ‌10 નવેમ્બર સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેથી ઉકળાટ પણ વધ્યો હતો. નવેમ્બર મહિનાની 10 તારીખ સુધી લઘુત્તમ તાપમાનનો પારો 23 ડિગ્રી સુધી નોંધાયો હતો.બીજી તરફ વર્ષ 2020માં નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં જ બે વાવાઝોડા આવતા શિયાળામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડીગ્રી ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ડિસેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો