તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નવા 872 પોઝિટિવ,પૂર્વ કાઉન્સિલર અને વકીલ સહિત 260 દર્દીનાં મોત

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરમાં પહેલીવાર કોરોનાના ટેસ્ટની સંખ્યા10 હજારને પાર
 • 625 દર્દીઓને રજા અપાતાં સાજા થયેલાનો આંક 36,409 થયો

શહેરમાં છેલ્લા 24 કલાકમાં પાલિકા દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ 10,142 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી કોરોનાથી સંક્રમિત 872 કેસ નોંધાયા છે. શહેરમાં પૂર્વ કાઉન્સિલર અને એક ધારાશાસ્ત્રી સહિત 260 દર્દીઓનાં મોત નિપજ્યાં હતાં. શુક્રવાર કરતાં શનિવારે 215 નમૂના વધુ લેવામાં આવ્યા હતા. શહેરમાં લેવાયેલા 10,142 નમૂનામાંથી 872 લોકો કોરોના સંક્રમિત જણાતાં તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 44,947 પર પહોંચ્યો છે. બીજી તરફ શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર રહેલા 260 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં પૂર્વ કાઉન્સિલર અને વડોદરા વકીલ મંડળ અને પાદરા વકીલ મંડળના યુવા વકીલ સામેલ છે.

જ્યારે પાલિકાએ કોરોનાના કારણે સત્તાવાર રીતે 9 મોત જાહેર કર્યાં હતાં. હાલ શહેરની વિવિધ હોસ્પિટલમાં 8,144 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી વેન્ટિલેટર પર 352 અને ઓક્સિજન પર 542 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 625 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા સાજા થયેલાનો કુલઆંક 36,409 પર પહોંચ્યો છે.

પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટના પત્ની અને પુત્રી પણ સંક્રમિત

​​​​​​​કોરોનાની ઝપટમાં આવી જતાં પાલિકાના પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટનું અવસાન થયું હતું, જ્યારે પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટ, તેમનાં પત્ની અને પુત્રી રાધિકાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં માતા અને પુત્રી બંનેે હોમ ક્વોરન્ટાઇન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો