તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:મ્યુકોરમાઇકોસીસથી ત્રણનાં મોત દર્દી વધતાં SSGમાં નવો વોર્ડ શરૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • SSGમાં 107 અને ગોત્રી હોસ્પિટલમાં 25 દર્દી સારવાર હેઠળ
  • વધુ 12 દર્દી દાખલ, 10ની સર્જરી અને 10ની બાયોપ્સી કરાઇ

કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોર માઇકોસીસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. શુક્રવારે ત્રણ દર્દીઓના મોતની નિપજયા હતા. એસ એસ જી ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં 160થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

મ્યુકોર માઇકોસીસની સારવાર માટે વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા હોવાથી સયાજી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. સયાજી હોસ્પિટલ 107 દર્દીઓ, ગોત્રી હોસ્પિટલમાં 25 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોના મહામારીની સાથે સાથે મ્યૂકોર માઇકોસિસ રોગના દર્દીઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે તેમાં ઉપયોગી ઇન્જેક્શનોની પણ અછત શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં આ રોગ ની સારવાર કોરોના કરતાં પણ વધુ મોંઘી છે અને તેનો ખર્ચ અંદાજે રૂપિયા 20 લાખ નો થાય છે. સયાજી હોસ્પિટલમાં દિવસ દરમિયાન વધુ 12 દર્દીઓ દાખલ થયા હતા. 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી જ્યારે 10 દર્દીઓને સર્જરી કરાઇ હતી.

કોરોનાની સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી રજા મળી હોય અને ઘરે પરત ફર્યા હોય તેવા દર્દીઓમાં મ્યૂકોર માઇકોસિસ રોગનાં લક્ષણો જણાઈ આવે છે. જ્યારે કોરોના નહોતો ત્યારે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં આ રોગ જોવા મળતો હતો, પરંતુ હાલમાં કોરોના દર્દીઓને જે દવા તેમજ ઇન્જેક્શન આપવામાં આવે છે, તેની આડઅસર થતાં મ્યૂકોર માઇકોસિસનાં લક્ષણો જણાતાં હોય છે. કોરોના મહામારી કરતાં પણ મ્યુકોરમાયકોસિસની સારવાર વધુ મોંઘી છે.

અન્ય સમાચારો પણ છે...