તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતનો ભૂસ્કો:પિતાએ પોકેટમની નહીં આપતાં પુત્રનો 6ઠ્ઠા માળેથી મોતનો ભૂસ્કો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગોત્રીમાં રામેશ્વર સ્કૂલ પાસે બનેલો અરેરાટીભર્યો બનાવ

ગોત્રી વિસ્તારમાં પિતાએ ખર્ચ માટે નાણાં નહીં આપતાં પુત્રે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી મોતનો ભૂસકો માર્યો હતો. મોતની છલાંગ લગાવતાં પૂર્વે માતા-પિતાને સ્યુસાઈડની ધમકી આપી ઘરેથી નીકળી ગયેલા પુત્રની પરિવારજનોએ શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. જોકે પુત્ર નીચે મૃત હાલતમાં મળ્યો હતો.

શહેરમાં ગોત્રી ખાતે રામેશ્વર સ્કૂલ નજીક દર્શનમ આઇકોનિકમાં વૈદ્યનાથ શાહ રહે છે. તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. તેમના પરિવારમાં પત્ની, 2 પુત્રી છે, જેમના લગ્ન થઈ ગયા છે, જ્યારે તેમના 22 વર્ષના પુત્ર અંકિતકુમારે ધોરણ 12નો અભ્યાસ કર્યો હતો. ગુરુવારે પુત્ર અંકિતે પિતા પાસે ખર્ચનાં નાણાં માગ્યાં હતાં. જોકે તેમણે કાલે નાણાં આપવાનું કહેતાં પુત્ર અંકિત ગુસ્સે ભરાયો હતો. તે સ્યુસાઇડ કરવાની ધમકી આપી ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. જેથી પરિવારજનોએ પુત્ર અંકિતની શોધખોળ કરવા સાથે પોલીસને પણ કરી હતી. પુત્ર અંકિતે એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો