એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત:વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા-પુત્ર અને ભત્રીજાનાં મોત, પરિવારમાં માતમ

વડોદરા10 દિવસ પહેલા
પાદરા તાલુકાના કરખડી ગામના એક જ પરિવારના સભ્યોના મહીસાગર નદીમાં ડૂબી જતા મોત થયા
  • સ્થાનિક તરવૈયાઓએ માતા-પુત્રના મૃતદેહો બહાર કાઢ્યા, ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. માતા-પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે. વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

કરખડીના વ્યાસ પરિવારમાં માતમ
પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ, તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો.

વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો
વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
વડુ પોલીસે માતા જ્યોતિબેન વ્યાસ, પુત્ર અભય વ્યાસ અને ભત્રીજા મિતેશ વ્યાસના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો
ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો

બે બાળકો અને મહિલાને બહાર કાઢી
ફાયરબ્રિગેડના જવાને જણાવ્યું હતું કે, કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં બે બાળકો અને એક મહિલા ડૂબી ગઇ હતી. એક બાળક અને મહિલાનો મૃતદેહ સ્થાનિકોને મળ્યો હતો. પરંતુ એક બાળકનો મૃતદેહ ન મળતા વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતા અમારી ટીમ તુરંત દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને શોધીને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા

બીજી તરફ વડોદરા જિલ્લાના શિનોરના મીઢોળ ગામેથી મારેઠા પરત આવી રહેલા દાદા અને પૌત્રને અકસ્માત નડતા બંનેના મોત નિપજ્યા હતા. જાંબુઆ નદી પર આવેલા સાંકડા બ્રિજ પર પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા દાદા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં દાદાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 6 વર્ષના પૌત્રને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અગાઉ મહીસાગર નદીમાં ડૂબી જતા બે સ્ટુડન્ટના મોત થયા હતા
4 મહિના પહેલા જ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના​​​​​​ સ્ટુડન્ટનું એક ગ્રુપ​ પિક્નિક મનાવવા માટે ગયું હતું. આ ગ્રુપની એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. બરોડા મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગ્રુપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીના કિનારે પિકનિક મનાવવા માટે ગયું હતું, પરંતુ બે તબીબી વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત નીપજતાં તેમનો પિક્નિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.નાહવાની મનાઈના બોર્ડ લાગ્યાં છે.

કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં બે બાળકો અને એક મહિલા ડૂબી ગઇ હતી
કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં બે બાળકો અને એક મહિલા ડૂબી ગઇ હતી

ન્હાવાની મનાઈના બોર્ડ લાગ્યાં છે
ઉલ્લેખનીય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના આપતાં બોર્ડ પણ લગાવાયાં છે. આમ છતાં પિકનિક મનાવવા જતા લોકો નદીના ઊંડા પાણીમાં ન્હાવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે. તાજેતરમાં સાવલી પોલીસ મથકના અધિકારીએ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે સાવલી મામલતદારને પત્ર લખી જાણ કરી હતી, પરંતુ સાવલી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ તુરંત દોડી ગઇ હતી
વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ તુરંત દોડી ગઇ હતી
અન્ય સમાચારો પણ છે...