હિટ એન્ડ રન:વડોદરા નજીક આજવા બ્રિજ પર ટ્રકે અડફેટે લેતા નોકરી પર જવા નીકળેલા યુવાનનું મોત, જુડવા ભાઇઓની જોડી તૂટતા પરિવાર શોકમાં ગરકાવ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે પર ટ્રકે અડફટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું - Divya Bhaskar
નેશનલ હાઇવે પર ટ્રકે અડફટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
  • મૃતક યુવાન વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો હતો
  • અકસ્તમાતથી યુવકનું મોત થઇ જતા ટ્રક ચાલાક ટ્રક છોડીને ફરાર થઇ ગયો
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેર નજીકના આજવા બ્રિજ પર પુરઝડપે જઇ રહેલી ટ્રકે સયાજીપુરા ગામના યુવકને અડફટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

યુવાનના પેટ અને માથાના ભાગે ટ્રકના ટાયર ફરી વળ્યા
વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો વિપુલ ઘનશ્યામભાઇ ભાલીયા(ઉ.24), (રહે, આશાપુરી સોસાયટી, સયાજીપુરા ગામ, વડોદરા) આજે વહેલી સવારે ઘરેથી નોકરી જવા એક્ટિવા લઇને નીકળ્યો હતો અને સવારે 6.45 વાગ્યાની આસપાસ કાશીદા પાર્ટી પ્લોટની સામે આવેલા આજવા બ્રિજ પરથી પસાર થતી વખતે પછાડળથી પુરઝડપે એની ગફલતભરી રીતે હંકારી ટ્રકએ વિપુલને અડફેટે લીધો હતો અને યુવાનના પેટ અને માથાના ભાગે ટ્રકના ટાયર ફરી વળ્યા હતા, જેથી ઘટના સ્થળે જ વિપુલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થઇ જતા ટ્રક ચાલક તેનો ટ્રક છોડીને ભાગી ગયો હતો.

મૃતક યુવાન વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો હતો
મૃતક યુવાન વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં નોકરી કરતો હતો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
અકસ્માતની જાણ થતાં બાપોદ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુડવા ભાઇઓની જોડી તૂટકા પરિવાર શોકમાં ગરકાવ
ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન વિપુલનો એક જુડવા ભાઇ પણ છે. અકસ્માતથી વિપુલનું મોત થઇ જતા ભાલીયા પરિવારના બે જુડવા ભાઇઓમાંથી એકનું મોત થઇ જતા સમગ્ર પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમિતનગર સર્કલ પાસે પીકઅપ વાનની અડફેટે સ્કૂટર ચાલકનું મોત થયું હતું
આ પહેલા ગુરૂવારે વડોદરાના ન્યુ સમા રોડ ઉપર રહેતા ઇશ્વરભાઇ ગોરડીયા પોતાનું સ્કૂટર લઇને સિટીમાં કામ માટે નીકળ્યા હતા. તેઓ અમિતનગર સર્કલથી સમા તરફ જઇ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી પીકઅપ વાને તેઓને અડફેટે લેતા રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. રોડ ઉપર પટકાતા તેઓને માથા સહિત શરીરમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં તુરંત જ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી. પરંતુ, સ્કૂટર ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેઓનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું.