તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:તરસાલીમાં ફટાકડા ફોડતાં દાઝી ગયેલા યુવકનું મોત

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તરસાલી વિસ્તારના રાજીવનગરનો બનાવ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝેલા યુવકનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઉજાસના પર્વ દિવાળીમાં હસો ઉલ્લાસ સાથે ફટાકડા ફોડવામાં આવે છે પરંતુ કેટલીકવાર ફટાકડાના કારણે આગ લાગવાના અને દાઝી જવાના અનેક બનાવો બનતા હોય છે. શહેરના તરસાલી વિસ્તારમાં પણ આવો એક બનાવ બન્યો હતો. જેમાં તરસાલી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતો 32 વર્ષનો અલ્પેશ બળદેવ પંચાલ શાકભાજીનો વ્યવસાય કરતો હતો.

શનિવારેે પોતાના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. તે સમયે ફટાકડાના કારણે તે ગંભીર રીતે દાઝયો હતો. જેના પગલે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો