નંદેસરી ખાતે આવેલી રાધિકા એગ્રો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગરમ પાણીથી દાઝેલા કર્મચારીનું મોત થયું હતું. નંદેસરીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની 43 વર્ષીય વિવેક પાંડે કંપનીમાં ફરજ બજાવતા હતા ત્યારે સ્ટોબીન ડસ્ટ્રોલીસનની ટાંકીથી ગરમ પાણી લીકેજ થતું હોવાથી તેઓ વાલ્વ બંધ કરવા ગયા હતા. દરમિયાન ગરમ પાણી ઢોળાયું હતું ત્યાં તેમનો પગ લપસતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. કર્મીને સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.