તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડિવાઇડર સાથે ભટકાઈને કાર પલટતાં કિશોરનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક આદિત્ય રોહિત - Divya Bhaskar
મૃતક આદિત્ય રોહિત
  • પાવાગઢથી આવતી વેળા ભણિયારા પાસે અકસ્માત
  • દેણાનો આદિત્ય ફોઈના 4 પુત્ર સાથે પાવાગઢ ગયો હતો

વડોદરા પાસે ભણીયારા નજીક મોડી રાતે પાવગઢથી દર્શન કરી આવી રહેલા દેણાના યુવકોની કાર ડિવાઈડર સાથે ભટકાઈ 3 વાર પલ્ટી જતા 13 વર્ષના કિશોરનું મોત થયું હતું. જ્યારે અન્ય 3 યુવકને ઇજા થતાં સયાજીમાં ખસેડાયા હતા.

દેણા ગામના સુમંત રોહિતનો 13 વર્ષનો પુત્ર આદિત્ય અને તેમના ભણિયા નિખિલ પરમાર, હિતેશ રોહિત અને વિશાલ રોહિત શનિવારે સાંજે નિખિલની કારમાં પાવાગઢ ગયા હતા. જ્યાંથી મોડી સાંજે પરત આવતી વેળા ભણિયારા પેટ્રોલપંપ નજીક કાર ડિવાઈડર સાથે ભટકાઈ 3 વખત પલ્ટી ગઈ હતી. જેમાં નિખિલ, વિશાલ અને હિતેષ તથા આદિત્યને ઇજા થતાં જરોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 13 વર્ષના આદિત્યને સયાજીમાં ખસેડાયો હતો, જ્યાં રાતે મોત થયું હતું. વાઘોડિયા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

દીકરાનાં અંગોનું દાન ન થઈ શક્યું
આદિત્યના પિતાએ પોતાનો પુત્ર અન્યના શરીરમાં જીવતો રહે તે માટે અંગદાનની ઈચ્છા દર્શાવી હતી. જોકે સમય વધુ વીતી જવાથી તે શક્ય બન્યું નહતું. તેમણે જણાવ્યું કે, પુત્રની આંખોથી અન્ય જોઈ શકે તેવી મારી ઈચ્છા હતી.

અન્ય સમાચારો પણ છે...