તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાવપુરાની હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત,તબીબી બેદરકારીનો આક્ષેપ

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તબીબ સામે કાર્યવાહી કરવા મૃતકના પતિનું કલેકટરને આવેદન
 • ડિલિવરી બાદ સ્વસ્થ મહિલાની અોચિંતી તબિયત લથડી

રાવપુરાની ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડિલીવરી બાદ મૃત્યું નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને તેમના સહકર્મચારીઓની બેદરકારીથી તેમના સગાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. ચાણસદ ગામમાં રહેતા રાકેશભાઈ નાઈના આક્ષેપ અનુસાર, તેમની પત્ની નિરાલી નાઈ ત્રીજી વખત ગર્ભવતી થતા 6 ફેબ્રુઆરી 2021ના રોજ રાવપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા દાખલ થયા હતા. જ્યાં નિરાલીબેને દિકરીને જન્મ આપ્યો હતો. જ્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળક અને માતાની તબિયત સારી છે.

જ્યારે થોડા સમય બાદ ડોક્ટરે રાકેશભાઈને બોલાવીને જણાવ્યું હતું કે, તેમની પત્નીની તબીયત સારી નથી. ત્યાર બાદ નિરાલી નાઈને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, અગાઉના દવાખાનામાં ડિલીવરી કરતે વખતે વધુ લોહી વહેતું રોકવા જે તે ડોક્ટર દ્વારા વધારે પ્રમાણમાં કોટનનો ઉપયોગ કરેલો છે. જેથી તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. એસએસજીમાં વેન્ટીલેટર પર નિરાલી નાઈ મૃત્યું પામ્યાં હતાં.

બાળકીને છોડીને જતા રહ્યા, ઉદ્ધત વર્તન કર્યું : તબીબની પોલીસમાં અરજી
રાવપુરાની કલ્પના ઉમા ડાયગ્નોસ્ટીક હોસ્પિટલના ડોક્ટર મીરા વૈષ્ણવીએ રાકેશ વિક્રમ નાઈ સહિત 25 જેટલા સ્ત્રી-પુરૂષ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી અાપી છે. જેમાં જણાવાયું છે કે ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફને અપશબ્દોનો ઉપયોગ કરી નવજાત બાળકીને હોસ્પિટલમાં છોડી દઈ ે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રાકેશની પત્નિ નિરાલીની તબિયત બગડતા તેને એસ.એસજીમાં મોકલવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો