દુર્ઘટના:ચાંદોદ નદી કિનારાની ભેખડ પરથી પટકાયેલા આધેડનું મોત

ચાંદોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે નદી કિનારે શૌચ કરવા ગયેલા આધેડનો પગ પલસ્યો
  • પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નદી કિનારાની ભેખડ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વડોદરાના આધેડનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.આ અંગે પોલૂસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તીર્થક્ષેત્ર ચાંદોદના દયારામ પુરી વિસ્તારમાં નદી કિનારાની ભેખડ ઉપર આવેલી ખારવા સમાજની વાડીમાં વડોદરા નવાપુરા ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ તુલસીદાસ ખારવા ઉ.વ. 70 નામના આધેડ છેલ્લા કેટલાક દિવસથી વાડીમાં છુટક મજુરી કામ અર્થે આવ્યા હતા.

શુક્રવારે સાંજના સમયે કામકાજ પતાવી પ્રવીણભાઈ ખારવાવાડીના પાછળના ભાગે શૌચ માટે ગયા હતા. જે દરમિયાન તેઓનો એકાએક પગ લપસતા ઊંચી ભેખડ પરથી તેઓ નીચે નદી કિનારા પર પટકાયા હતા. આ જોઈ દોડી આવેલા લોકો તેઓને સારવાર અર્થે ખસેડે તે પહેલાં જ ગંભીર ઇજાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના સંબંધી ચાંદોદ પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...