શહેરના સમા-સાવલી મંગલ પાંડે રોડ ખાતે આવેલ ફોર્ચુન ટાવરના નવમા માળેથી રાત્રે સમય સંજોગોમાં પટકાયેલા જમીન મકાન બ્રોકરનું મોત નીપજ્યું હતું. રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયેલા 45 વર્ષીય યુવાન અંગે પોલીસે નિદ્રાધીન અવસ્થામાં ઝોકંુ આવ્યું હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. શહેરના સમા વિસ્તારના એપલ રેસીડન્સી ખાતે રહેતા હિમાંશુ જાગાણી ધાબા પરથી મોડી રાત્રે નીચે પટકાતાં મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યા મુજબ જમીન લે વેચનું કામ કરે છે અને તેમની ઓફિસ આવેલી છે. તેઓ ગઈ કાલે રાત્રે ધાબા પર બેઠા હતા અને રાત્રે પવન સારો હતો. જે દરમિયાન તેમને ઝોકું આવતાં તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં રણોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 19 વર્ષીય અત્યાબેન મારવાડી પોતાના ઘરે બપોરે એક વાગે જમવા માટે આવ્યા હતા દરમિયાન પરીવાર જમવા બેઠો હતો ત્યારે પહેલાં માળેથી અચાનક નીચે પડી જતા અત્યાબેનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજયું હતું. બનાવ અંગે જવાહર નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.