કોરોના વાઈરસ:વધુ 5નાં મોત, કારેલીબાગના PSI સહિત 28 પોઝિટિવ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ આવેલા કુલ 75 દર્દીઓનાં મોત નિપજ્યાં, વાડીમાં બુધવારે પત્ની બાદ ગુરુવારે પતિનું પણ મોત
  • એસએસજીમાં VIP ડ્યૂટીમાં કાર્યરત સ્ટાફ નર્સને મિત્રનો ચેપ લાગતાં કોરોનાના ભરડામાં આવી ગયા : શહેરમાં પોઝિટિવ દર્દીનો આંક 950ને પાર પહોંચ્યો

શહેરમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ હવે બહાર આવી રહ્યું છે. ગુરુવારે એક જ દિવસમાં પહેલીવાર 5-5 પોઝિટિવ દર્દીના મોત થયાં છે. આ મોત બાદ કોરોનાથી બિન સત્તાવાર મોતનો આંક 75 પર પહોંચ્યો છે. આ ઉપરાંત એસએસજીમાં વીઆઇપી ડ્યૂટીમાં તૈનાત સ્ટાફ નર્સ, કારેલીબાગના PSI અને અકોટાના અજિતાનગરનો રાજપુરા પરિવાર પણ કોરોના વાઇરસના ભરડામાં આવી ગયો છે.

કોરોનાની સારવાર લઈ રહેલાં મોગલવાડાના ખાટકીવાડામાં રહેતાં ઝુબેદાબેન કુરેશી (ઉવ.67), વાડી વચલી પોળમાં રહેતા પ્રવીણ ડાહ્યાભાઇ પટેલ (ઉવ.67),  ચોખંડીના મોહન હાડવૈદ્યના ખાંચામાં રહેતા રાજેશ નટવરભાઇ પગી, બરાનપુરાના ભાડવાડામાં રહેતા શશીકાંત સોની (ઉવ.74) તેમજ  સિંધવાઇ માતા રોડ પર રહેતા મદનમોહન મધોક (ઉવ.79)નાં ગુરુવારે મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પ્રવીણ પટેલનું મોત થયું હતું અને તેમનાં પત્ની સુલોચનાબેન પટેલનું કોરોનામાં જ બુધવારે અવસાન થયું હતું. 

બીજી તરફ સયાજી હોસ્પિટલમાં વીઆઇપી ડ્યૂટીમાં રહેતા સ્ટાફ નર્સ અલ્પેશ શાહનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નર્સિંગ સ્ટાફમાં પોઝિટિવની સંખ્યા 2 પર પહોંચી છે. અલ્પેશ શાહની આઇસીએનના સ્ટાફ નર્સ સ્નેહલભાઇ સાથે મિત્રતા હતી. જેનો રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત અકોટાના અજિતનગરમાં રહેતા અને એમજીવીસીએના ડે.મેનેજર સંગીત રાજપુરા અને તેમનો પરિવાર કોરોનાના ચેપમાં આવી ગયો હતો. તેમના ઉપરાંત તેમના પત્ની, પુત્ર અને માતાના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં સોસાયટીમાં ફફડાટ ફેલાયો છે.  ગોત્રી રોડના સવૈયા નગરના કપિલા રાણા સુરતથી વડોદરા પગના ઇલાજ માટે આવ્યાં હતાં, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...