તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના નવા કેસો પર ભલે હંગામી બ્રેક વાગી હોય પણ સારવાર દરમિયાન દર્દીઓનાં મોત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનામાં શહેરના 9 દર્દીઓ સહિત 18નાં મોત નિપજ્યાં હતાં. જ્યારે રવિવારે કોરોનાના નવા 110 પોઝિટિવ કેસો નોંધાયા હતા.છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં કોરોના સતત 100થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે.
અત્યાર સુધી 18,688 કુલ પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રવિવારે 99ને ડિસ્ચાર્જ અપાતાં કુલ 17,234ને અત્યાર સુધી ડિસ્ચાર્જ અપાયો છે. કોરોનાને લીધે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા 4,592 થઇ ગઇ છે. સારવાર દરમિયાન શહેરના છાણી ટીપી-13ની વ્રજધામ સોસાયટીના 65 વર્ષના વૃદ્ધ, મકરપુરા મંગલમ એપાર્ટમેન્ટના 45 વર્ષના આધેડ, સુભાનપુરાની આત્મશ્રદ્ધા સોસાયટીમાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધા,વાઘોડિયા રોડના પ્રભુનગરના 66 વર્ષીય વૃદ્ધના (રિપોર્ટ પેન્ડિંગ) મોત નિપજ્યાં હતાં. તેમજ નિવૃત્ત ડીવાયએસપી વી.એમ. શેલાર, લીમખેડા, આણંદના મોગરીના વૃદ્ધોનાં પણ શહેરમાં મોત થયાં હતાં.
શહેર-જિલ્લામાં સત્તાવાર મોતની સંખ્યા 226 થઇ છે. રવિવારે કુલ 1228 દર્દીઓ સક્રિય સારવાર હેઠળ હતા, જેમાં 160ને ઓક્સિજન, 63ને વેન્ટિલેટર પર રખાયા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.