કાર્યવાહી / ઘરમાં પાણી છાટતાં આધેડનું કરંટ લાગતાં મોત

Death due to electric shock of a middle-aged man while spraying water in the house
X
Death due to electric shock of a middle-aged man while spraying water in the house

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. શહેરના વાઘોડિયા બાપોદ જકાતનાકા પાસે આવેલી સમર્પણ પાર્કમાં 46 વર્ષીય ચિરાગકુમાર પટેલ રહેતા હતા. તેઓ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકડાઉનના નિયમો હળવા થતા તેમના ઘરમાં રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન શુક્રવારે બપોરે પાણી છાંટતી વેળાએ તેમને કરંટ લાગ્યો હતો. વાતની જાણ પરિવારજનોને થતા તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહનું પીએમ કરવાની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી