તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક વર્ષ બાદ રાજ્યમાં ચૂંટણી અને મેચના પાપે ફરી જીવલેણ બનેલા કોરાનાએ હાહાકાર મચાવ્યો છે. પ્રતિદિન કોરોનામાં લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે હવે મૃત્યુ પછી પણ સ્વજનોની હાડમારી ઓછી થઈ રહી નથી. અત્યારસુધી તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવામાં લાંબું વેઈટિંગ હતું, પરંતુ હવે તો સ્થિતિ એ હદે વણસી છે કે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં મૃતકોની અંતિમવિધિ માટે કતારો લાગી રહી છે. આટલું ઓછું હોય તેમ, મૃતદેહના અંતિમસંસ્કાર બાદ અસ્થિ વિસર્જન માટે મોક્ષ તીર્થ ગણાતા ચાણોદમાં પણ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. ચાણોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે મૃતકોના અસ્થિ વિસર્જનનો વિશેષ મહિમા છે, ત્યારે સંગમ લઈ જવા માટે ચાણોદમાં બોટ ખૂટી પડી છે. આ કારણે સંગમ જવા મૃતકોનાં સ્વજનોની મલ્હારઘાટે લાંબી લાઈનો લાગી છે. બીજી તરફ ચાણોદનાં બજારોમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ચાણોદમાં અસ્થિ વિસર્જન માટે ધસારાથી ચિંતાનો માહોલ
પ્રતિદિન કોરોનામાં મોતનો સાચો આંકડો ભલે તંત્ર છુપાવી રહ્યું હોય, પરંતુ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં અંતિમવિધિ માટે મૃતકોની કતારો સત્યની ગવાહી આપે છે. જીવલેણ બનેલા કોરોનામાં મૃત્યુ પામેલાના અસ્થિ વિસર્જન માટે આખા ગુજરાતમાંથી સ્વજનોની ભીડ હવે વડોદરા જિલ્લાના ચાણોદ મોક્ષ તીર્થ ખાતે ઊમટી રહી છે. અહીં નર્મદા નદીની સાથે ઓરસંગના ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન માટે બોટમાં જવું પડે છે. સામાન્ય દિવસોની તુલનામાં કોરોના શરૂ થયો છે ત્યારથી અહીં અસ્થિ વિસર્જન માટે સ્વજનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે ચાણોદમાં પણ કોરોના સંક્રમણ ફેલાવા બાબતે ચિંતા પ્રસરી છે.
અસ્થિની પૂજા માટે વેઇટિંગ ને બોટ માટે પણ લાંબી લાઈનો
અસ્થિ વિસર્જન કરવા માટે આવી રહેલાં સ્વજનો દ્વારા સ્થાનિક પંડિતો પાસે અસ્થિની પૂજા વિધિ કરાવવામાં આવે છે. ત્યાર બાદ ત્રિવેણી સંગમ ખાતે બોટમાં બેસીને અસ્થિ વિસર્જન કરવા જાય છે. કોરોનાના કારણે મૃત્યુદર વધવાને પગલે લોકોનો ધસારો રહેતાં અસ્થિની પૂજા માટે સ્વજનોને વેઇટિંગમાં ઊભાં રહેવું પડે છે. ત્યાર બાદ બોટમાં ત્રિવેણી સંગમ જવા માટે પણ ભારે ધસારો રહેતા ત્યાં પણ વેઈટિંગ ચાલે છે.
સ્થાનિક બ્રાહ્મણોને પણ કોરોના ફેલાવાનો ડર સતાવે છે
સ્થાનિક પંડિત વિષ્ણુ મહારાજે DivyaBhaskarને જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં અસ્થિ વિસર્જન માટે આવતાં સ્વજનોને અસ્થિની પૂજા માટે રાહ જોવી પડતી ન હતી. એક અસ્થિપૂજનની વિધિમાં લગભગ અડધો કલાક જાય છે, પરંતુ કોરોનામાં મૃત્યુઆકમાં થયેલા વધારાને કારણે અસ્થિ વિસર્જન માટે આવતાં સ્વજનોનો ધસારો રહેવાથી સ્વજનોને અસ્થિપૂજન અને વિસર્જન માટે રાહ જોવી પડે છે. હવે તો અમને પણ ડર લાગવા લાગ્યો છે કે આટલા બધા ધસારાને લીધે ક્યાંક ચાણોદમાં સંક્રમણ ન ફેલાય.
ચાર કલાકથી લાઈનમાં ઊભા છીએ, બોટમાં પણ લાઈનઃ સ્વજન
ચાંદોદમાં અસ્થિ વિસર્જન માટે વડોદરાથી આવેલા હિતેશભાઈ ભાવસારે જણાવ્યું હતું કે અમારા એક સગાનું કોરોનામાં મૃત્યુ થયા બાદ અસ્થિ વિસર્જન માટે અમે ચાણોદ આવ્યા છીએ, પરંતુ અસ્થિની પૂજા માટે પંડિતો પાસે વેઇટિંગ હોવાને કારણે ચાર કલાક રાહ જોવી પડી હતી. તદુપરાંત બોટમાં સંગમ જવા પણ લાંબી લાઈન હતી. કોરોનાના કારણે મૃત્યુદર વધવાથી ચાણોદમાં ધસારો જોવા મળી રહ્યો છે.
લોકોનો ધસારો રહેતાં બજારોમાં પણ ભીડ, સંક્રમણની ભીતિ
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ચાણોદમાં અસ્થિ વિસર્જન માટે લોકોની ભીડ વધતાં બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. અહીં નાના-મોટા વેપારીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ, ચાણોદમાં મલ્હારઘાટથી ત્રિવેણી સંગમ સુધી બોટમાં અસ્થિ વિસર્જન માટે લઈ જતા નાવિકોને પણ આજીવિકા મળી રહી છે. એ સાથે પંડિતોને પણ અસ્થિ વિસર્જનની પૂજા માટે કામ મળી રહ્યું છે. પરંતુ આ ભીડથી ક્યાંક ચાણોદમાં સંક્રમણ ન વ્યાપે એનો પણ લોકોમાં ડર છે.
બપોર બાદ દૂરથી અસ્થિ વિસર્જન માટે આવનારા લોકો જ જોવા મળે છે
મળેલી માહિતી પ્રમાણે, ચાણોદમાં અસ્થિ વિસર્જન માટે સવારના સમયમાં જ લોકોનો ધસારો રહેતો હોય છે. બપોર બાદ દૂરથી અસ્થિ વિસર્જન માટે આવનારા લોકો જ જોવા મળે છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.