તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લોટનો વિવાદ:સિનિયર સિટિઝન મંડળ સાથે ગેરકાયદે પથારાવાળા જેવો વ્યવહાર દુઃખદાયક

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટિઝન એસો.ના ફેડરેશન એજ કેર ફેડરેશનનો આક્રોશ

સિનિયર સિટિઝનના એસો.ના ફેડરેશન એવા એજ કેર ફેડરેશનના હોદ્દેદારોએ પાલિકાની પ્લોટ પરત લેવાની નીતિ સામે અને પથારાવાળા વેજો વ્યવહાર કરાતા દિલ્હી સુધી આક્રોશ ઠાલવ્યો છે.60થી વધુ સિનિયર સિટિઝન એસો. સાથે સંલગ્ન એ જ કેર ફેડરેશનના જનરલ સેક્રેટરી વિજય વૈશ્વિક અરે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,28 વર્ષ અગાઉ જ્યારે કેટલાક સિનિયર સિટિઝન એસો.એ પાલિકા પાસેથી વિવિધ પ્રવૃત્તિ કરવા માટે પ્લોટ માંગ્યા હતા ત્યારે મોટાભાગના પ્લોટની હાલત ખરાબ હતી. તેમાં દરેક એસો.એે માત્ર માટી પુરાણ પાછળ જ રૂ.1 થી દોઢ લાખનો ખર્ચ કર્યો હતો.

અમારા સંગઠને વનીકરણ માટે પ્લોટ માંગ્યા પણ નથી અને અમે જે તે સમયે પ્રવૃત્તિ માટે પ્લોટ માગ્યા હતા અને તેના પર બાંધકામ કરવા પાલિકાએ મંજૂરી છે ે.જોકે તેમ છતાં પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યુ છે.પરંતુ આવા પ્લોટ પરત કરવા માટે માત્ર ત્રણ દિવસની નોટિસ આપી હતી સિટિઝનો આતંકવાદી પ્રવૃતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ વ્યક્તિગત લાભ લેવાપ્રવૃત્તિ કરતા હોય તેવું વર્તન કરાય છે તેવી ટકોર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ,શહેર ભાજપ અધ્યક્ષ અને મેયરને લેખિતમાં જાણ કરી છે. જેમાં ઉલ્લેખ કર્યોે કે સિનિયર સિટિઝન મંડળ સાથેે પથારાવાળા જેવો વ્યવહાર કરાય છેે તે દુઃખદાયક છે.

અા એસો. પ્લોટનો ઉપયોગ કરતા હતા
}વડીલ પરિવાર,સુભાનપુરા, સિનિયર સીટીઝન એસો,સમા, વડીલ વિસામો,વાઘોડિયા રોડ, નોર્થઝોન સિનિયર સીટીઝન એસો, નિઝામપુરા, દાદા દાદી ઉદ્યાન,નટુભાઇ સર્કલ

અન્ય સમાચારો પણ છે...