ભાસ્કર સ્ટિંગ:અન્યાયના સોદાગરો : કોર્ટ-પોલીસ સ્ટેશનમાં જ જામીનનો ગોરખધંધો, 10થી 15 હજારનો ભાવ

વડોદરા8 દિવસ પહેલાલેખક: નિરજ પટેલ
  • કૉપી લિંક
નરેન્દ્ર ઉર્ફે  બાલા, મુકેશ સિંધી - Divya Bhaskar
નરેન્દ્ર ઉર્ફે બાલા, મુકેશ સિંધી
  • જામીન મળ્યા બાદ આરોપી હાજર થતા ન હોવાથી વડોદરાની કોર્ટમાં 5 હજારથી વધુ કેસનો ભરાવો
  • ગંભીર ગુનાના પરપ્રાંતિય આરોપીઓને દલાલો જામીન આપી છોડાવે છે

હાલમાં વડોદરાની કોર્ટોમાં 60 હજાર જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાંના 10 ટકા કેસો (5 હજારથી વધુ) એવા છે, જેમાં આરોપીઓને જામીન મળ્યા બાદ કોઇ પત્તો ન હોવાથી ટ્રાયલ ચાલી શકતા નથી. જેના લીધો કેસોનું ભારણ વધી રહ્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કરના સ્ટિંગમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

જેમાં વડોદરા શહેર જિલ્લાની અદાલતો અને પોલીસ સ્ટેશનોમાં ગમે તેને જામીન અપાવવાનો દલાલો રીતસરનો વેપલો કરી રહ્યા છે. અગાઉ બોગસ જામીન અને નકલી સોલ્વન્સીના પ્રકરણમાં ઝડપાયા બાદ જેલ જઈ આવેલા ઈસમ દ્વારા જ ગોરખધંધો કરાઇ રહ્યો છે.

આરોપીઓને અદાલત અને પોલીસ મથકોમાંથી છોડાવવા કોઈ પણ સંપર્ક કે પરિચય નહીં હોવા છતાં મોટી રકમ લઈને કોઈના પણ જામીન આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. પૈસા લઇને ગમે તેના જામીન માટે તૈયાર થઇ જતી ટોળકીમાં દાંડિયા બજારનો નરેન્દ્ર ઉર્ફે બાલા પાંડુરંગ માને, શર્મા, રાજુ શેરખી અને મુકેશ સિંધીના શખ્સો કાર્યરત છે. આ ટોળકી રોજ રૂા. 50 હજારથી રૂા. 70 હજારની કમાણી કરી રહી છે.

કોઇને પણ ગમે તેવા ગુનામાં જામીન અપાવવાનો ધંધો કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ઉર્ફે બાલા પાંડુરંગ માને અગાઉ જિલ્લા એલસીબીના હાથે બોગસ સોલવંસી કોર્ટમાં રજૂ કરતાં ઝડપાયા બાદ જેલમાં જઈ જામીન પર છૂટેલા બાલાએ ફરીથી જામીન આપવાનો ધંધો શરૂ કર્યો છે. દિવ્ય ભાસ્કરે ચાર દલાલનો સંપર્ક કર્યો હતો. જેમની સાથેની વાતચીતના અંશો અત્રે પ્રસ્તુત છે.

નરેન્દ્ર ઉર્ફે બાલા પાંડુરંગ માને અગાઉ બોગસ સોલવન્સીમાં પકડાયો હતો
ભાસ્કર : બાલાભાઈ, જામીનની ગોઠવણ થશે?

નરેન્દ્ર ઉર્ફે બાલાભાઈ : થશે ને.
વરણામાનો કેસ છે કંપનીમાં મારામારીનો છે તો જામીનની ગોઠવણ થાય તો હાજર કરવી દઉ!
323, 324 હશે સેકન્ડ પાર્ટ, કંઈ નઈ હાજર કરાવી દો ને
કેટલા કહું કેટલા થશે?
કોર્ટમાં જો લાવેને તો ત્રણ આરોપીના અલગ ત્રણ જામીન આપવા પડશે, એક જામીન નઈ ચાલે કેમ કે 10 ને 15 હજારનો ઓર્ડર કરે છે, એટલે ત્રણ તારી નવ લઈ ને ચાલવાનું.
ત્રણ જણા છે કઈ સરખું નહિ થાય ગરીબ કામદારો છે.
એટલે તો હું સીધું કહું છું પછી 15નો ઓર્ડર થાયને તો પાંચ થાય, દસનો થાય તો ચાર થાય, કામદાર છે તો ત્રણ ત્રણ લઈ ને જવા દેવાના એ તો જામીનદારને હું સમજાવી દઈશ.
પણ બહારના છે કામદારો તો.
બહાર ના છે તો પછી આ લોકો હાજર નઈ રહે. લોચો એ છે.
કંપનીમાં જોબ તો ચાલુ છે.
નોર્મલી વરણામા હશે તો પોલીસ સ્ટેશને જ પતી જશે જામીનનું.
તો પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય જામીનનું? વરણામા મોકલાય કોઈ ને?
ગોઠવણ કરી દઉં બોલો ને?
તો એના કેટલાં થશે કહો?
હવે પોલીસ વાળા જોડે સેટિંગ કરી ને કહું, તમે કહો તો આપડે જઈ આવીએ.
હું એમની જોડે વાત કરી ને કહું
તમે નક્કી કરી દો કહેજો કે ભાઈ કે પોલીસ વાળાનો વહેવાર છે એ આપવો પડશે ગોઠવણ કરી દીધી છે.

મુકેશ સિંધી કોર્ટ -પોલીસ સ્ટેશનમાં જામીન માટે જાણીતો
ભાસ્કર : ચાર આરોપીને કોર્ટમાં લાવ્યા છે જામીન થશે?
મુકેશ: હા થઈ જશે કંઈ કોર્ટમાં છે?
બે જેન્ટ્સ છે અને બે લેડીઝ છે.
થઈ જશે પણ ૨૦ હજાર થશે, ચારના તમે કહો તો જામીનને બોલાવી લઉં.
કંઈ ઓછું નહિ થાય?
ઓછા જ કીધા છે બીજા કેટલા લે છે એ ખબર છે? પેલાને ભાવ પૂછી લો પણ કહેતા નઈ કેટલા કીધા તે.
ક્યારે આવશે જામીન આરોપી તો આવી ગયા છે?
બોલો તમે નક્કી કરો એટલે હું જામીનને બોલાવી લઉ, અડધો કલાકમાં અાવશે. તો હમણાં આવું ત્યાં પોલીસ સ્ટેશન?

અરે અહીં તાલુકા પોલીસ સ્ટેશન નો કેસ છે કોર્ટમાં લાવવાનુ કહે છે.તો જામીન નું થઈ જશે?
શર્મા : કેટલાં જણ છે?
ત્રણ જણા
થઈ જશે તમે તાલુકામાં બેઠા છો? કયા ગુના માં છે?
એ તો દારૂ નો છે કેસ.
ઇંગ્લિશ નો?વાંધો નઈ થઈ જઈશું
કેટલાં કહું?
હવે ઓર્ડર કેટલા નો થાય છે એના પછી તમને કહું. આરોપીમાં કોઇ બહારગામનું નથી ને.

ભાસ્કર : રાજુભાઈ જામીન થવાનું છે બાપોદમાં ૪૯૮ માં?
રાજુભાઈ: હા કયારે?
}આજે તમે અહીંયા છો?
વાંધો નઈ આવી જઈશ પણ એ કેટલા વાગે?
}પાંચમાં થી ત્રણ અહીના છે બે ઇન્દોરના છે.
વાંધો નઈ પણ પાંચ આરોપી છે તો બે જામીન જોઈશે.
} કેટલા કહું?
હવે પોચ જણા છે અને બહારના પણ છે એટલે પચીસ હજાર કહી દો ઉપર જે કહેવુ હોય એ કહી દેજો.
} પચીસ હજાર કહી દઉં ને? કંઈ આઘંુ પાછું નંઈ થાય?
ના નઈ થાય વ્યાજબી કહ્યું છે તમને
સારુ સારુ
હા

તપાસ કરીને કડક કાર્યવાહી કરાશે​​​​​​

પોલીસ મથકોમાં થતી જામીનની પ્રક્રિયામાં એજન્ટો સામેલ હશે તો શોધવા સૂચના અપાશે. એક જ વ્યક્તિ થોડા જ સમયમાં જુદા જુદા કેસોમાં જામીન થયા હશે તો કડક કાર્યવાહી થશે. - ડૉ.શમશેર સિંગ,પોલીસ કમિશનર

અા પ્રવૃત્તિ અમારા ધ્યાને પણ અાવી છે

કોર્ટમાંં ખોટા જામીન આપવાની પ્રવૃતિ ચાલે છે, જે એસો.ના ધ્યાનમાં આવ્યું છે. આવા ટાઉતના કારણે આરોપીઓ ટ્રાયલ સમયે હાજર રહેતા નથી. કેસોનો ભરાવો થાય છે.- નલિન પટેલ, પ્રમુખ,બાર એસો.

અન્ય સમાચારો પણ છે...