વિરોધ:12મીએ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ડીલરો નહીં ખરીદે, વિરોધ |3 વર્ષથી માર્જિનમાં વધારો કરાતો નથી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીએનજી પંપ બપોરે 1 કલાક બંધ રાખવા નિર્ણય

ઓઈલ કંપનીઓ દ્વારા 3 વર્ષથી પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના માર્જીનમાં વધારો ન કરાતા વડોદરા સહિત રાજ્યના પેટ્રોલપંપ ડિલર્સ 12મીએ પેટ્રોલ-ડિઝલનો જથ્થો નહી ખરીદે,જ્યારે સીએનજી પંપના સંચાલકો બપોરે 1 કલાક પંપ બંધ રાખશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર એસો.ના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છે કે, પેટ્રોલ,ડિઝલ તેમજ સીએનજીના માર્જીનમાં છેલ્લા 1100 દિવસથી (3 વર્ષ) વધ્યું નથી.

જેના માટે સરકારી ઓઈલ કંપનીઓનું ધ્યાન દોરવા માટે ડિલરો દ્વારા 12 ઓગષ્ટ ગુરૂવારના રોજ ઓઈલ કંપની પાસેથી પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવામાં આવશે. જ્યારે ગુરૂવારે સીએનજીનું વેચાણ બપોરે 1 થી 2 કલાક સુધી બંધ રાખવામાં આવશે. જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી દર ગુરૂવારે કંપની પાસેથી પેટ્રોલ-ડિઝલની ખરીદી નહી કરે. જો કે ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે સ્ટોક કરી લેવાશે.