તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મદનઝાંપા રોડનો ફૂટપાથ ખુલ્લો કરી દેવા બુધવાર સુધીની મુદત

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાયી અધ્યક્ષે હાથ જોડી સાઇકલના વેપારીઓને સમજાવ્યા
 • દબાણોથી ફૂટપાથ ઢંકાયો, પાર્કિંગ ઓડ-ઇવન મુજબ કરાવાશે

મદનઝાંપા રોડ પર ફૂટપાથ અને રોડ પર સાઈકલોના દબાણથી ઢાંકી દેવાતાં હોય છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે આવા વેપારીઓને હાથ જોડીને દબાણ ન કરવા વિનંતી કરી બુધવાર સુધીની મુદત આપી હતી. આવી ઝુંબેશ અન્ય વિસ્તારોમાં પણ કરવાનો સંકેત અપાયો હતો.મદનઝાંપા રોડ પર સાઇકલ વેચાણનું મોટું માર્કેટ છે અને ત્યાં સાઇકલો ફૂટપાથ પર મૂકી રખાય છે. જેના કારણે રાહદારીઓને ચાલવા ફૂટપાથ મળતી નથી અને રોડ પર જ ટ્રાફિક જામ થતો હોય છે.

આ સમસ્યાના ઉકેલ માટે પાલિકાનું તંત્ર દર 6 મહિને પ્રયત્નો કરે છે પરંતુ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ થાય છે.પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ ના ધ્યાને આ બાબત આવતા તેઓ ચોથા શનિવાર ની રજા હોવા છતાં વૉર્ડ અને દબાણની ટીમને સાથે રાખીને મદનઝાંપા રોડ પર નીકળ્યા હતા જ્યાં તેમણે વેપારીઓને આવી રીતે દબાણ ન કરવા સમજાવ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા છે તેના ઉકેલ માટે ઓડ અને ઇવન (એકી બેકી)એવી રીતે પાર્કિંગ થાય અને જરૂર પડે ત્યાં પીળા પટ્ટા કરાવવા માટે પણ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો