તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતદેહોના મેનેજમેન્ટની પોલ ખુલી:વડોદરાની SSG અને ગોત્રીમાં ડેડબોડી કવર ખૂટ્યાં,15 દિવસ માટે વધુ 3000 કિટનો ઓર્ડર અપાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી હોસ્પિટલોને દવા-સાધનો પૂરા પાડતી GMSACLએ સ્ટોક મોકલવા હાથ ઊંચા કર્યા, હવે હોસ્પિટલોએ જાતે સ્ટોક મંગાવો પડશે

કોરોનાના થર્ડ વેવની તૈયારીઓની તંત્ર જાહેરાત કરી ચૂક્યું છે ત્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલોને દવાઓ અને સાધનો પૂરા પાડતી સરકારી કંપની જીએમએસસીએલ( ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ)એ સરકારી હોસ્પિટલોને દવાઓ, ઇન્જેકશન, ગ્લોવ્ઝ, સર્જિકલ સાધનો સહિતનો પુરવઠો મોકલવાની ના પાડી દીધી છે. કોરોનાના 1500થી વધુ દર્દીઓ હાલમાં આ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે ચોંકી ઊઠેલા તંત્રે 15 દિવસના સ્ટોક માટે સ્ટોકિસ્ટ્સ અને ડિલરો સાથે બેઠક બોલાવી હતી.

હોસ્પિટલોમાં આગામી 15 દિવસમાં 3000 ડેડબોડી કવરની જરૂરિયાત પડશે તેના આધારે ઓર્ડર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં ડેડ બોડી કવરો પણ ખૂટી પડવાના આરે છે. આ સરેરાશ ગણતરી એકાદ મહિનાની હોસ્પિટલોના તંત્રએ ગણીને અંદાજ મૂક્યો છે. જેને પગલે તંત્ર દ્વારા કેટલાય સમયથી થતું કોરોનાના દર્દીઓના મૃતદેહોનું મેનેજમેન્ટ ખુલ્લુ પડી ગયું છે. ડેડ બોડી કવર ઉપરાંત સ્ટિરોઇડના ઇન્જેકશનો, ગ્લોવ્ઝ, મલ્ટીવીટામીન ટેબ્લેટ્સ, રબર ગ્લોવ્ઝ સહિતનો સ્ટોક ખૂટી પડ્યો છે. બીજી એક બાબત ઓક્સિજન, વેન્ટિલેટર બેડ સાથે સંકળાયેલા સાધનોની પણ બહાર આવી છે.

હોસ્પિટલોમાં કોરોનાની સારવાર સાથે સંકળાયેલા ઉચ્ચ સૂત્રના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં જો આ સ્ટોક નહીં આવે તો મોટી કટોકટી સર્જાય તેવી સ્થિતિ હતી. સરકાર માટે મદદ લેવા સિવાય કોઇ વિકલ્પ નથી. પણ જો સમયસર મદદના ભરોસે બેસી રહેવા કરતા હવે આ માટે દાતાઓની શોધ કરવામાં આવી રહી છે. આ માટે કોરોના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા અનુભવી અધિકારીઓ અને તબીબી વહીવટી અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યાં છે. એસએસજી ખાતે બુધવારે બપોરે યોજાયેલી બેઠકમાં 15 જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ આવ્યાં હતા. તેમણે પોતાના ફોર્મ ભરવા માટે ગુરુવારે સવારે 12 વાગ્યા સુધીનો સમય માગ્યો હતો.

બાયપેપ માસ્ક , વેન્ટિલેટર સર્કિટો પણ ખૂટી ગયા છે

  • 13 પ્રકારના સર્જિકલ ગ્લોવ્ઝ : 9.6 લાખ
  • એન-95 માસ્ક : 1,50,000
  • સર્જિકલ માસ્ક : 80,000
  • માઉથ વોશ ગાર્ગલ : 8,000
  • બેઇન સર્કિટ : 2,700
  • વેન્ટિલેટર સર્કિટ : 3,000
  • બાયપેપ માસ્ક : 31,800
  • વેન્ટિલેટરમાં દર્દીને ગળાના ભાગે નંખાતી એન્ડોટ્રેકિયલ ટ્યુબ : 63,000

હોસ્પિટલોમાં કુલ 208 પ્રકારની દવાઓ, વિવિધ સાધનો અને ઇન્જેકશનની ડિમાન્ડ
કોરોનામાં વપરાતા સ્ટિરોઇડ મિથાઇલ પ્રેડનીઝોલોન સોડિયમ, વિટામીન સીની 70 હજાર કેપ્સ્યૂલ્સ, વીટામીન બી કોમ્પ્લેક્સની 1 લાખ ટેબ્લેટ્સ, ઝીંક-કેલ્શિયમ અને વિટામીન ડી-3ની 1.5 લાખ કેપસ્યૂલ્સ સહિત 25 પ્રકારની ટેબ્લેટ્સ અને 50 પ્રકારના ઇન્જેક્શનની ખરીદીની જરૂરિયાત છે.

બંને હોસ્પિટલો માટે 87 હજાર ડાઇપર્સની જરૂરિયાત, તાબડતોબ ઓર્ડર અપાયો
ગોત્રી અને એસએસજીમાં થઇને આગામી 15 દિવસ માટે 87 હજાર ડાઇપરનો ઓર્ડર અપાયો છે. દાખલ દર્દીઓમાં ફરિયાદ ઊઠતી હતી કે ડાઇપર પણ સ્ટાફ ચેન્જ કરતો નથી. પણ છેલ્લા કેટલાક દિવસથી ડાઇપરોનો સ્ટોક ઝડપથી ખલાસ થઇ રહ્યો હતો. એડલ્ટ 30 હજાર, લાર્જ સાઇઝના 32 હજાર સહિતના ડાઇપરનો ઓર્ડર અપાયો છે.

હાલમાં 30થી 40 ડેડ બોડી કવરનું વેચાણ
સર્જિકલ માર્કેટમાં પણ લોકડાઉનના પગલે અને રો મટિરિયલની શોર્ટેજ સર્જાતા ડેડ બોડી કવરની પણ તંગી બહાર આવી છે. ડેડબોડી કવર વેચતા એક વેપારીના જણાવ્યા મુજબ એક મહિના અગાઉ શહેરમાં 125થી 200 જેટલા ડેડબોડી કવર વેચાતા હતા. કેટલાક દિવસ દરમિયાન એક જ દુકાનમાં 100 જેટલા કવરો વેચાતા હતા. પણ છેલ્લા અઠવાડિયાથી એક ધારો ઘટાડો છે. હાલમાં પણ 30થી 40 જેટલા કવર રોજના વેચાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...