તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Day. After CM's Visit, 10 Teams Will Be Formed For Inspection In Vadodara And Action Will Be Taken Against The Hospitals Violating The Norms.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટા બિલો બનાવનાર સામે તપાસ:ડે. CMના આદેશ બાદ વડોદરામાં ઇન્સ્પેક્શન માટે 10 ટીમ બનાવીને તપાસ શરૂ, ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે પગલા લેવાશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં હોસ્પિટલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટની 10 ટીમો બનાવવામાં આવી છે - Divya Bhaskar
વડોદરા શહેરમાં હોસ્પિટલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટની 10 ટીમો બનાવવામાં આવી છે
  • હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાને લગતી ગાઇડલાઈનના અમલની ચકાસણી કરવામાં આવશે
  • આજથી જ ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે, કડકાઇથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખોટી રીતે મોટા બિલો બનાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહીની વાત કરી હતી, જેના બીજા જ દિવસે આજે વડોદરા શહેરમાં હોસ્પિટલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટની 10 ટીમો બનાવવામાં આવી છે, જે શહેરની ખાનગી હોસ્પિટલોની તપાસ કરશે. ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આજથી જ હોસ્પિટલોમાં ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે, અમે કડકાઇથી કાર્યવાહી શરૂ કરીશું,

હોસ્પિટલના બેડની આવા કેસો માટે અછતના ઉભી થવી જોઇએ
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની કેવી અને કેટલી અસરવાળા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી અને અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ બેઝ કોવિડ સારવાર હેઠળ મૂકવા અંગેની ગાઇડલાઇન અધિસૂચના દ્વારા અમલમાં મુકવામાં આવી છે. તેનો આશય વધુ અસર ધરાવતા અને દાખલ દર્દી તરીકે તબીબી ભલામણ પ્રમાણે સારવારની જરૂર છે, તેવા દર્દીઓને જ માન્ય ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવે અને હોસ્પિટલના બેડની આવા કેસો માટે અછતના ઉભી થાય અને સહુને ઉચિત સારવાર મળે તેવો છે.

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખોટી રીતે મોટા બિલો બનાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહીની વાત કરી હતી
વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખોટી રીતે મોટા બિલો બનાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહીની વાત કરી હતી

10 હોસ્પિટલ ઇન્સ્પેકસન ટીમો-એચ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે
તેને અનુલક્ષીને ગઇકાલે શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા માર્ગદર્શન પ્રમાણે દવાખાનાઓમાં જેમને દાખલ દર્દી તરીકે જ સારવાર આપવાનીજરૂર છે, માત્ર તેવા જ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે કે, કેમ અને જાહેરનામાનો અમલ ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યો છે કે કેમ તેની ચકાસણી કરવા આજે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ 10 હોસ્પિટલ ઇન્સ્પેકસન ટીમો-એચ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે અને ટીમો એ ઉચિત બ્રિફિંગ બાદ તેમની નિરીક્ષણ અને ચકાસણીની કામગીરી શરૂ કરી દીધી છે.

20 વરિષ્ઠ તબીબો અને હોસ્પિટલોના તબીબી પ્રાધ્યાપકોનો સમાવેશ
આ એચ.એસ.ટી.માં 20 વરિષ્ઠ તબીબો અને બરોડા મેડિકલ કોલેજ, સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી પ્રાધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે સવારે આ ટીમોના સદસ્યોએ કેવી રીતે અસરકારક કામગીરી કરવી તેની રૂપરેખા અને અધિસૂચના પ્રમાણેની પ્રવેશ પાત્રતા અને ચકાસણીના માપદંડોની જાણકારી વિશેષ સત્રમાં આપવામાં આવી હતી. જેમાં એસોસિયેશન ઓફ પ્રાઇવેટ હોસ્પિટલસ ઓફ વડોદરા સેતુના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે પગલા લેવાશે
ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે પગલા લેવાશે

હોસ્પિટલો ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી જણાશે તેની સામે પગલાં લેવાની જોગવાઇ
આ ટીમોએ દવાખાનાઓમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની બાબતમાં અધિસૂચનાનું પાલન કરવામાં આવ્યું છે કે, કેમ તેની ચકાસણી શરૂ કરી છે અને તે સિવાયના દર્દીઓને જો દાખલ જણાશે, તો તેમને હોમ બેઝ કોવિડ કેર માટેના સંજીવની અભિયાન હેઠળ મૂકશે. જે હોસ્પિટલો દાખલ દર્દીઓ માટેના ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી જણાશે તેની સામે એપિડેમિક એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લેવાની જોગવાઇ છે .

કોવિડ સામેની લડાઇને મજબૂત કરવામાં યોગદાન આપવા અનુરોધ
સેતુ દ્વારા પણ સદસ્ય દવાખાનાઓના તબીબોને રોગની ગંભીરતા અને દાખલ દર્દી તરીકે સારવાર મેળવવાની અનિવાર્યતા ચકાસીને ગાઈડલાઈન પ્રમાણે જ દર્દીઓને દાખલ કરવામાં આવે તેની કાળજી લેવા અને કોવિડ સામેની લડાઇને મજબૂત કરવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો