નેતાઓ-અધિકારીઓના સંતાનોએ રસી મૂકાવી:વડોદરાના મેયર, પૂર્વ મેયર અને ACP સહિતના નેતા અને અધિકારીઓના પુત્ર-પુત્રીઓએ કોરોના વેક્સિન લીધી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાની પુત્રી દિયાએ વેક્સિન લીધી - Divya Bhaskar
વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાની પુત્રી દિયાએ વેક્સિન લીધી
  • દેશના બાળકોને સંજીવનીરૂપે રસી પ્રદાન કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું: મેયર

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાની પુત્રી દિયા અને પૂર્વ મેયર ભરત ડાંગરની પુત્રી દેવાંશીએ કોરોના વેક્સિન લીધી હતી. કોર્પોરેટર મનીષ પગાર, રીટાબેન સિંઘ, સ્મિતભાઈ પટેલ, ટ્વિકલબેન ત્રિવેદી અને કિસાન મોર્ચાના પ્રદેશ કારોબારી સભ્ય ભાવેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરાના સી ડિવિઝનના ACP મેઘા તેવરની પુત્રીએ પણ વેક્સિન લીધી હતી.

તમામ તરુણોને રસી લેવા નમ્ર અપીલ કરું છું: મેયર
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની ઉંમરના તરૂણોને કોરોના સામે કવચ પૂરું પાડવા રસીકરણનું અભિયાન શરૂ થયું છે. મારી પુત્રી દિયાએ પણ રસી લીધી છે. વડોદરાના તમામ તરુણોને રસી લેવા નમ્ર અપીલ કરું છું. દેશના બાળકોને સંજીવનીરૂપે રસી પ્રદાન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.

વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરની પુત્રી દેવાંશીએ કોરોના વેક્સિન લીધી
વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરની પુત્રી દેવાંશીએ કોરોના વેક્સિન લીધી

પૂર્વ મેયરની પુત્રીએ વેક્સિન લીધી
પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, આજે મારી દિકરી દેવાંશીએ કોરોના વેક્સિન લીધી છે. તમારા 15થી 18 વર્ષના તરૂણોએ કોરોના વેક્સિન લીધી ? હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો 15થી 18 વર્ષના તરુણોને વિનામુલ્યે રસી આપવા બદલ હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરુ છું. દરેક વાલીઓ અને 15થી 18 વર્ષના તરુણોને કોરોના સામેના અભેદ શસ્ત્ર સમાન રસી લેવા માટે અપીલ કરુ છું.

વડોદરાના સી ડિવિઝનના ACP મેઘા તેવરની પુત્રીએ વેક્સિન લીધી
વડોદરાના સી ડિવિઝનના ACP મેઘા તેવરની પુત્રીએ વેક્સિન લીધી
અન્ય સમાચારો પણ છે...