તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પિતાના મૃત્યુના આઘાતમાં દીકરીનો ઝેર પી આપઘાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ રોડની પરિણીતાએ ભરેલું અંતિમ પગલું

શહેરના ડભોઇ રોડ પર રહેતી પરિણીતાને તેના પિતાના મૃત્યુનો આઘાત લાગતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાના પગલે પાણીગેટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હતી.

શહેરના ડભોઇ રોડ પર આવેલી જલારામનગર સોસાયટીમાં રહેતી 24 વર્ષની મોનિકા જીવણ રાઠવા બીએમાં અભ્યાસ કરતી હતી. તેના પિતાનું તાજેતરના મોત નિપજતા પુત્રી મોનીકા આઘાતમાં સરી ગઈ હતી. તેણીએ તેના પિતાના ઘરે દવા પીધી હતી. મોનીકાને ઉલટી કરતા જોઈ પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી. જ્યાં તેણે હકીકત જણાવતા તેણે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...