તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પુત્રી જુદી રહેવા જતી રહેતાં માતાનો ઝેર પીને આપઘાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભવતી પુત્રી ભાડે રહેવા અન્યત્ર ગઇ હતી
  • સુભાનપુરાની મહિલાનું સારવાર દરમિયાન મોત

સુભાનપુરા વિસ્તારમાં ગર્ભવતી પુત્રી ભાડાના મકાનમાં રહેવા જતી હોવાનો આઘાત લાગતા માતાએ ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. જેમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુભાનપુરા વિસ્તારમાં 40 વર્ષના શકુબેન રહેતા હતા. તેઓના પરિવારમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. તેઓની પુત્રી મોટી પુત્રી ગર્ભવતી છે. જોકે થોડા દિવસ પહેલા પુત્રીએ આ અવસ્થામાં અન્ય મકાનમાં ભાડેથી રહેવા જવાનું કહેતા માતા શકુબેન અને પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો. માતાના ના કહેવા છતાં પુત્રી ભાડે રહેવા ગઈ હતી. જેમાં માતાને લાગી આવતા તેઓએ 20મી તારીખે ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન 21મી તારીખે બપોરે તેઓ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી મૃતદેહને સયાજીમાં મોકલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...