તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Sampiya Village Of Dassar, A Young Man Who Had An Affair With Women And Her Father Killed Young Man After Death Body Search By Fire Brigade

મર્ડર:ડેસરના સાંપીયામાં પરિણીતા સાથે આડાસંબંધ રાખનાર યુવકની હત્યા, દીકરીના પિતાએ જ મોતને ઘાટ ઉતારી મૃતદેહ નર્મદાની કેનાલમાં ફેંકી દીધો, બે આરોપી ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
ગોપાલભાઈ રમેશભાઈ ચૌહાણ (ફાઈલ તસવીર)ની હત્યા થતા ફાયરબ્રિગેડે મૃતદેહ શોધવાની તપાસ હાથ ધરી છે.
  • દીકરીનું સાંસારિક જીવન બગાડનાર યુવકની હત્યા કરાતા મૃતદેહની ફાયરે શોધખોળ આદારી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંપીયામાં પરિણીતા સાથે આડાસંબંધ રાખનાર યુવકની દીકરીના પિતાએ જ મોતને ઘાટ ઉતારી મૃતદેહ નર્મદાની કેનાલમાં ફેંકી દીધો હતો. આ મામલે ડેસર પોલીસે આરોપી બળવંતભાઇ સોલંકી અને સંકેત રાઠોડની ધરપકડ કરી છે

ડેસરના પેટાપુરા રાતડીયા ગામે રહેતા ગોપાલ રમેશભાઈ ચૌહાણ, ઉં.26 તેના બે સંતાનો દીકરો પ્રતીક 6 વર્ષ અને દીકરી અવની ૩ વર્ષ તેમજ મા-બાપ અને પત્ની સાથે રહેતો હતો. ગામની જ એક યુવતી સાથે તે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જોકે યુવતીનું લગ્ન ડેસરના સાંપીયા ગામે રહેતા મહેશ રાઠોડ સાથે થયું હતું. યુવતી તેની સાસરીમાં રહેતી હતી ત્યારે ગોપાલ તેને મળવા માટે વારંવાર સાપિયા ગામે જતો હતો.

આથી યુવતીના પિતા બળવંતભાઈ સોલંકીએ ગોપાલના ઘરે આવી તેની પત્ની સંગીતાને જણાવ્યું હતું કે ‘તારો પતિ મારી દીકરી સાથે આડો સંબંધ રાખે છે અને તેની સાસરી સુધી તેને મળવા જાય છે. તે મારી દીકરીનો ઘરસંસાર બગાડવા બેઠો છે.’ કહી તારા પતિનો કાંટો કાઢી નાખવા તેને મારી નાખી નહેરમાં પધરાવી દઈશું તેવી ધમકી આપતાં સંગીતા અને મા બાપે ગોપાલને ઠપકો આપી કહ્યું હતું કે તે તેની સાસરીમાં જાય નહીં અને કોઈ પણ જાતનો સંબંધ રાખે નહીં. છતાં ગત 7 માર્ચના રોજ રાત્રે 9 વાગ્યે દિવેલાવાળા ખેતરમાં પાણી ચાલુ કરવાનું હોવાથી હું ખેતરે જાઉં છું તમે સૂઈ જજો એવું પત્નીને કહીને ગોપાલ બાઇક લઈને નીકળ્યો હતો.

દરમિયાન ગોપાલ સવાર સુધી ઘરે નહીં આવતા ઘરવાળાઓને ચિંતા થઈ હતી. ઘરના તમામ સભ્યોએ શોધખોળ કરતાં કયાંય પત્તો લાગ્યો ન હતો. ત્યારે તેઓના એક કુટુંબી દ્વારા જાણવા મળ્યું હતું કે રાત્રે ગોપાલ સાપિયા ગામે યુવતીને મળવા ગયો હતો તેની પાછળ યુવતીના પિતા બળવંત સોલંકી પણ ગયા હતા. રાત્રી દરમિયાન રંગેહાથે ઝડપાઈ જતાં યુવતીના દિયર સંકેત રાઠોડ અને તેના પિતા બળવંત સોલંકીએ ગોપાલનું કાસળ કાઢીને તેના મૃતદેહને નર્મદા કેનાલમાં નાખી દીધો હતો. તેની બાઇક સરદારપુર નગરી પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યાની ચોક્કસ માહિતી મળતાં ડેસર પોલીસ મથકે સંગીતા ગોપાલ ચૌહાણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બળવંત સોલંકી અને સાપિયાના કુટુંબીઓને બોલાવી કડક પૂછપરછ હાથ ધરી હતી.

પરિણીત દીકરીનું સાંસારીક જીવન બગાડનાર પરિણીત યુવાનને પિતાએ મોતને ઘાટ ઉતારી લાશ નર્મદામાં ફેંકી દીધી હતી. ડેસર તાલુકાના સાપીયા ગામમાં બનેલા બનાવે ચકચાર જગાવી મુકી છે. મોતને ઘાટ ઉતારી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા યુવાનનો મૃતદેહની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, યુવાનનો મૃતદેહ હજી સુધી મલી આવ્યો નથી. આ મામલે ડેસર પોલીસે આરોપી બળવંતભાઇ સોલંકી અને સંકેત રાઠોડની ધરપકડ કરી છે.

પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે તપાસ આદરી છે.
પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે તપાસ આદરી છે.

બે સંતાનોના પિતાની હત્યા
ડેસર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ડેસરના પેટાપુરા રાતડીયા ગામે રહેતા ગોપાલભાઈ રમેશભાઈ ચૌહાણ પત્ની સંગીતાબહેન, માતા-પિતા અને (ઉં.વ. 26) બે સંતાનો સાથે રહેતો હતો. બે સંતાનનો પિતા હોવા છતાં તેણે તેના ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો.દરમિયાન પ્રેમિકા યુવતીનું લગ્ન ડેસર તાલુકાના સાંપીયા ગામે રહેતા મહેશભાઈ રાઠોડ સાથે થયું હતું. તે યુવતી તેની સાસરીમાં રહેતી હતી. ગોપાલ ચૌહાણ તેને મળવા માટે અવાર-નવાર સાંપીયા ગામે જતો હતો.

દીકરીના પિતાએ એકવાર મારી નાખવાની ધમકી આપી હતી.
દીકરીના પિતાએ એકવાર મારી નાખવાની ધમકી આપી હતી.

અગાઉ સમજાવી મૃતકને ધમકી અપાયેલી
પરિણીત યુવતીના પિતા બળવંતભાઈ સોલંકીને ગોપાલ દીકરી મનિષા (નામ બદલ્યું છે)ની સાસરીમાં જઇને તેનો તેનો સાંસારીક જીવન બગાડી રહ્યો હોવાની જાણ થતાં તેઓ ગોપાલના ઘરે આવી તેની પત્ની સંગીતાબેન ચૌહાણને જણાવ્યું હતું કે, તારો પતિ મારી દીકરી સાથે આડો સંબંધ રાખે છે. અને તેની સાસરી સુધી તેને મળવા માટે જાય છે. અને મારી દીકરીનો ઘરસંસાર બગાડવા બેઠો છે. તારા પતિનો કાંટો કાઢી નાખવા માટે તેને મારી નાખી તેની લાશ નહેરમાં નાંખી દઈશું., તેવી ધમકી પણ આપી હતી. તે બાદ ગોપાલની પત્ની સંગીતા અને માતા-પિતાએ પ્રેમમાં પાગલ ગોપાલને ઠપકો આપી જણાવ્યું હતું કે, તેની સાસરીમાં જવું નહીં અને કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં.

ગોપાલ ચૌહાણ પરણિતાને મળવા માટે અવાર-નવાર સાંપીયા ગામે જતો
ગોપાલ ચૌહાણ પરણિતાને મળવા માટે અવાર-નવાર સાંપીયા ગામે જતો

ખેતરે ગયેલો પતિ પરત નહોતો આવ્યો
આમ છતાં,તા. 7 માર્ચના રોજ રાત્રે 9 વાગ્યે ગોપાલ પોતાની પત્નીને દિવેલા વાળા ખેતરમાં પાણી ચાલુ કરવાનું હોવાથી હું ખેતરે જાઉં છું તમે બધા સુઈ જજો. તેમ જણાવી પોતાની મોટર સાઇકલ લઈને નીકળ્યો હતો. ગોપાલ ચૌહાણ સવાર સુધી ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતાતૂર થઇ ગયા હતા. અને તમામ સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, કયાંય પત્તો લાગ્યો ન હતો.દરમિયાન, તેઓના એક કુટુંબીજન દ્વારા જાણવા મળ્યું હતું કે રાત્રે ગોપાલ સાપિયા ગામે મનિષાને મળવા ગયો હતો. તેની પાછળ તેના પિતા બળવંત સોલંકી પણ ગયા હતા.

ગોપાલ બે સંતાનનો પિતા હોવા છતાં તેણે તેના ગામની જ એક યુવતી સાથે લગ્ન બાદ સંબંધ રાખતો હતો
ગોપાલ બે સંતાનનો પિતા હોવા છતાં તેણે તેના ગામની જ એક યુવતી સાથે લગ્ન બાદ સંબંધ રાખતો હતો

પિતાએ રંગેહાથ ઝડપી લીધેલો
કુટુંબીજનો દ્વારા મળેલી માહિતીના આધારે ગોપાલની પત્ની સંગીતાએ ડેસર પોલીસ મથકમાં પહોંચી હતી. અને પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ પતિને મારી નાંખવાની ધમકી આપનાર બળવંતભાઇ સોલંકી ઉપર પતિની હત્યાનો આરોપ મુકતી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસ તપાસમાં ગોપાલ તા.7 માર્ચના રોજ સાંપીયા ગામે પ્રેમિકા યુવતી મનિષાના ઘરે ગયો હતો. ગોપાલને મનિષાના ઘરમાં પિતાએ રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને તેજ સમયે દીકરીના દીયર સંકેત રાઠોડની મદદ લઇને ગોપાલનું કાસળ કાઢી નાંખ્યું હતું.

મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા યુવાનનો મૃતદેહની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે
મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા યુવાનનો મૃતદેહની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે

આરોપીને અટકાયત કરી
દીકરી મનિષાનું સાંસારીક જીવન બગાડનાર ગોપાલ ચૌહાણને બળવંતભાઇ સોલંકી અને મનિષાના દીયર સંકેત રાઠોડે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ ગોપાલના મુતદેહને વચ્છેસર અને અમરેશ્વર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધો હતો. અને તેની મોટર સાઇકલ સરદારપુર નગરી પાસે ફેંકી દીધી હતી. જે મોટર સાઇકલ બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી. ડેસર પોલીસ મથકે સંગીતાબેન ગોપાલ ચૌહાણની ફરિયાદના આધારે બળવંતભાઇ મંગળભાઇ સોલંકી (રહે. રાતડીયા ગામ, ડેસર) અને સંકેત પર્વતભાઇ રાઠોડ (રહે. સાપીયા, ડેસર) સામે હત્યાનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે. તેઓના કોવિડ-19ના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. બીજી બાજુ પોલીસે વચ્છેસર અને અમરેશ્વર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલી ગોપાલ ચૌહાણની લાશની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાવી છે. પ્રેમ કિસ્સામાં થયેલી હત્યાના આ બનાવે ડેસર પંથકમાં ભારે ચકચાર જગાવી મુકી છે.

મૃતદેહને શોધવા ફાયર ફાઈટરે કમર કસી
વચ્છેસર- અમરેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તા 10ના રોજ ફાયર ફાયટરો દ્વારા સવારથી ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી ગોપાલનો મૃતદેહ મળી આવ્યો ન હતો. જ્યારે પોલીસે આરોપીઓને પોલીસ મથકે બોલાવી રાખ્યા છે. હજુ તેઓની ધરપકડ કરી નથી. કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીઓની અટક કરાશે એવું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. નાના સંતાનોના પિતાને મોતને ઘાટ ઉતારી કેનાલમાં નાખી દેવાતાં નાનકડા ગામ રાતડીયામાં ચકચાર મચી જવા પામી હતી. તેના સંતાનો પ્રતીક અને અવનીના આંસુઓએ ફળિયાવાળાઓને ચોધાર આંસુએ રડાવતાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.