આયોજન:8 ઓગસ્ટે વડોદરામાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ કુંભના દર્શન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 થી 12 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં અસ્થિકુંભ દર્શનયાત્રા
  • ત્રયોદશી નિમિત્તે સોખડામાં 7મીએ મહાપૂજાનું આયોજન

યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની ત્રયોદશી નિમિત્તે 7 ઓગસ્ટના રોજ હરિધામ મંદિરમાં શ્રી ઠાકોરજીની મહાપૂજા કરવામાં આવશે. સમગ્ર વિશ્વના ભક્તો ઓનલાઈન મહાપૂજામાં જોડાશે. ભક્તો પોતાના ઘરમાં જ ઠાકોરજીને પધરાવીને સાથે સાથે પૂજન-અર્ચન-નૈવૈદ્ય દ્વારા મહાપૂજા કરશે. ઉપરાંત 8 થી 12 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં અસ્થિકુંભ દર્શનયાત્રાનો કાર્યક્રમ રખાયો છે. 8 ઓગસ્ટના રોજ સાંજે 5 થી 8 વાગે માંજલપુર આત્મિયધામ ખાતે હરિભક્તો અસ્થિકુંભના દર્શન કરી શકશે.

હરિધામ સોખડાના વડીલ સંત ત્યાગવલ્લભ સ્વામીજીએ જણાવ્યું હતું કે, હરિધામ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીજીની ત્રયોદશી નિમિત્તે શ્રી ઠાકોરજીની મહાપૂજામાં સંતો ઉપરાંત દેશ-વિદેશના પ્રતિનિધિરૂપ હરિભક્તો સામેલ થશે. 8મીએ માંજલપુરમાં સાંજે 5 થી રાતે 8 સુધીે અસ્થિકુંભ દર્શન થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...