• Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Dangerous Fire With Blast At Deepak Nitrate In Vadodara Nandesari, 700 People Evacuated, Fire Could Be Brought Under Control By 12 Noon

ન્યૂક્લિયર વિસ્ફોટ જેવું મશરૂમ ક્લાઉડ!:વડોદરા નંદેસરી દિપક નાઈટ્રેટમાં બોઈલરમાં અકસ્માત કે નુકસાન થયું હોવાનું જણાયું નથીઃ બોઈલરોની કચેરીના મદદનીશ નિયામક

વડોદરા23 દિવસ પહેલા
 • GPCBએ કહ્યું- અનઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ
 • આગ 90 ટકા જેટલી કાબૂમાં આવી ગઇ છેઃ ચીફ ફાયર ઓફિસર
 • ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશેઃ કલેક્ટર
 • 700 લોકોને સલામત સ્થળે ખસેડાયા
 • અગ્નિશમન કરવા માટે અંદાજે 4000 લિટર ફોમ તેમજ અંદાજે 100000 લિટર પાણીનો ઉપયોગ કરાયો

વડોદરા નજીક નંદેસરી જીઆઈડીસી સ્થિત દીપક નાઈટ્રેટ નામની કંપનીમાં ગુરુવારના રોજ લાગેલી આગ બોઇલર ફાટવાને કારણે લાગી નથી. તેમ નાયબ નિયામક, બોઈલરોની કચેરીના મદદનીશ નિયામક બી. એ. બારડે જણાવ્યું છે. નોંધનિય છે આજે મોડી સવાર સુધી કુલીગની કામગીરી ચાલી હતી. આજે સવારે કંપની બહાર સ્થાનિક અને આસપાસના ગામ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

બોઈલરમાં અકસ્માત કે નુકસાન થયું હોવાનું જણાયું નથી
તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ કંપનીના બોઈલરોમાં તપાસ કરવામાં આવી છે. જેમાં કોઈ બોઈલરમાં અકસ્માત કે નુકસાન થયું હોવાનું જણાયું નથી. જેથી બોઈલર બ્લાસ્ટ થયો નથી. વધુમાં, આ કંપનીના બોઈલરોની ગત તા. 12 મેના રોજ સ્ટીમ ટેસ્ટ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે તા. 21/4/2022ના રોજ વાર્ષિક તપાસ કરવામાં આવી હતી.

આગનું રહસ્ય અકબંધ
મળેલી માહિતી પ્રમાણે ગુરુવારે સાજે દિપક નાઇટ્રેટ કંપનીમાં આગ ચોક્કસ કયા કારણોસર લાગી હતી. ત અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. બીજી આ ઘટનામાં કોઇ મૃત્યુ થયું નથી. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ઘટના સમયે કંપનીમાં જેટલા કર્મચારીઓ હતા. અને આગ લાગતા સલામત બહાર આવી ગયા હતા. તેઓના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી પોલીસ સમક્ષ મિસિંગ અંગેની કોઇ ફરિયાદ મળી નથી. પોલીસ તંત્ર દ્વારા પણ આ બનાવની એફ એસ એલની મદદ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ આગની ઘટનામાં ઇજા પામેલા તમામ 7 વ્યક્તિઓની તબિયત સુધારા ઉપર હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું.

બ્લાસ્ટ બાદ દિપક નાઇટ્રેટ કંપનીમાં કાટમાળ
બ્લાસ્ટ બાદ દિપક નાઇટ્રેટ કંપનીમાં કાટમાળ

આસપાસના ગામોમાં નુકસાન
એવી પણ માહિતી મળી છે કે, પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગના કારણે આસપાસમાં આવેલા દામાપુરા, રઢીયાપુરા ગામ સહિત અન્ય ગામોમાં મકાનોની દિવાલોને તિરાડો અને બારી દરવાજાઓને નુકસાન થયા હોવાના ગામલોકોએ જણાવ્યું હતું. આ બનાવે ગામના લોકોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો છે. ગુરુવારે નંદેશરી દિપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગ 8 કલાક બાદ કાબૂમાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવા 1લાખ લિટર પાણી અને 4000 લિટર ફમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં ગુરુવારે સાંજે લાગેલી આગ અંતે કાબૂમાં આવી ગઈ છે. હાલ પાણીનો મારો ચલાવી કૂલિંગની કામગીરી હાથ ધરાઈ છે. ગુરુવારે સાંજે જોરદાર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આગના ધુમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા. આગની ઘટનામાં 8 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢિયાપુરા ગામના 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ માટે NDRFની ટીમની પણ મદદ લેવાઈ હતી.

આસપાસના ગામોના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી
આસપાસના ગામોના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી

વડોદરાના ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી
નંદેસરી સ્થિત દીપક નાઈટ્રેટ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ તેમજ કુલ 2 સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને હર્ષવર્ધન સાથે કુલ 14 ફાયર એન્જિન તેમજ પાણીનુ 1 ટેન્કર અને કુલ 60 કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળતી જાણકારી અનુસાર સોડિયમ નાઇટ્રેટ (SNI) કેમીકલ બનાવતી કંપનીમાં મુખ્ય ઉત્પાદન કરવા માટે કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ રાખવામાં આવેલ હતો. કોઈ કારણોસર કંપનીમાં ભયાનક આગ સર્જાતા વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓને બોલાવવામાં આવી હતી. કર્મચારીઓ અને વાહનો સાથે વડોદરા અગ્નિશમનના ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આગ ઉપર વ્યુહાત્મક રીતે કામગીરી કરવામાં આવી હતી.

અગ્નિશમનની કામગીરી દરમિયાન વડોદરા અગ્નિશમનના કર્મચારી દીપક પરમારને કેમિકલની અસરથી શારીરીક હાલત કથળી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અગ્નિશમન કરવા માટે અંદાજે 4000 લીટર ફોમ તેમજ અંદાજે 100000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેમિકલની અસરથી બચવા લાશ્કરોને નાહવાની ફરજ પડી
દીપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગને પગલે વેરહાઉસમાં સોડિયમ નાઇટ્રેટનાં ડ્રમ ભરેલા હોવાથી કેમિકલની અસરથી ફાયરબ્રિગેડના કર્મચારીઓને બચાવવા માટે તેમને ફાયર એન્જિનના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આગ ધડાકાભેર આગળ વધી રહી હોવાથી તેની ગરમી પણ ખૂબ હતી તેમજ કેમિકલને પગલે તેમના શરીરને નુકસાન થવાની શક્યતાને પગલે જે કર્મચારીઓ આગળ કામ કરી રહ્યા હતા તેમને ત્યાં નવડાવીને પછી ફરી કામે લગાડ્યા હતા. ફાયરબ્રિગેડની 17 ગાડીઓ કામે લગાડાઈ હતી.

GPCBએ આગનાં કારણો ચકાસ્યાં
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી આર.બી. ત્રિવેદીએ દીપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગના સ્થળે મુલાકાત લઈને આગ લાગવાનું કારણ ચકાસ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ ગોડાઉનમાં રીએક્શન ઇનકમ્ફર્ટિબિલિટીને કારણે આ આગ પકડાઈ હતી. પછીથી લેબોરેટરી અને બોઇલર સુધી આગ પહોંચી હતી.

કંપની પાસે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ છે. ઇન ઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશન થાય તો એમાંથી આગ પકડે છે. જે નાઇટ્રેટ કન્ટેન્ટવાળા હોય છે. સાથે સાથે ઓર્ગેનિક કેમિકલ જે ઈન્ફલેમેબલ હોય છે. જે પણ ફેલાવાનું કારણ હોઈ શકે છે. કંપનીમાં લાગેલી આગ થઈ હવા પ્રદુષણ તેમજ પાણી પ્રદુષણ ફેલાયું છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી છે. હાલ કોઈ ગંભીર સ્થિતિ જણાઈ આવી નથી. પરંતુ આગ કાબૂમાં આવ્યા બાદ તેના સેમ્પલ લીધા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરશેઃ કલેક્ટર
જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કંપનીના આસપાસના ગામના 700 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું છે કંપનીના 5 વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી તે સલામત છે તેવી પ્રાથમિક માહિતી છે અને આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશે. રાત્રે 12 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી જશે.

વડોદરા જિલ્લા કલેર્ટર અતુલ ગોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વડોદરા જિલ્લા કલેર્ટર અતુલ ગોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બ્રિગેડ કોલ જાહેર કરાયો
ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને ડોક્ટરો સહિત 25 લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયા અને વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી ગયા છે.

તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફ કામે લગાવવામાં આવ્યો
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 90 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે. તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા છે. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જીન, 1 સ્નોર અકેલ (બ્રન્ટો), 2 બૂમ વોટર બ્રાઉઝર, 1 સી.એફ.ઓ, 2 સ્ટેશન ઓફિસર, 45 ફાયર મેન અને સાથોસાથ સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓઓ પણ કામગીરી જોડાયા હતા.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

શ્રીજી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોનાં નામ

 • તુષાર પંચાલ
 • પ્રશાંત ઠાકોર
 • હર્ષદ પટેલ
 • રોનક ખત્રા
 • પરાક્રમસિંહ ડોડિયા
 • અરવિંદ બારિયા
 • અનંથરમ ઐયર
બ્લાસ્ટ થતાં લોકો રોડ પર દોડવા લાગ્યા હતા.
બ્લાસ્ટ થતાં લોકો રોડ પર દોડવા લાગ્યા હતા.

અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ
દિપક નાઈટ્રેટ કંપની દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ કર્મચારીઓની અને આસપાસના લોકોની સલામતી અને સુખાકારી અમારા માટે સૌથી અગ્રતા છે. અમારી તમામ ઉત્પાદન સુવિધાઓ શ્રેષ્ઠ-વર્ગની સિસ્ટમો અને સાધનોથી સજ્જ છે, જે પર્યાવરણને ટકાઉ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. અમારી ટીમો પહેલેથી જ સ્થળ પર છે અને જરૂરી તમામ પ્રકારના સપોર્ટની સુવિધા આપી રહી છે. અમારી કોમ્યુનિકેશન ચેનલો 24x7 ખુલ્લી છે અને અમે અપડેટ્સ આપવાનું ચાલુ રાખીશું અને તમામ સંબંધિત બાહ્ય હિસ્સેદારો સાથે નજીકથી ભાગીદારી કરીશું.

આગની ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.
આગની ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

ધડાકા 10થી 15 કિમીના વિસ્તારમાં સંભળાયા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન પ્લાન્ટનું બોઇલર બ્લાસ્ટ થતાં એક પછી એક એવા 8 જેટલા ધડાકા થયા હતા અને આ ધડાકાના અવાજ આજુબાજુના 10થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે.
વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે.
આગની ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આગની ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચર તૈયાર રાખવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચર તૈયાર રાખવામાં આવ્યા છે.

15થી 20 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા
ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે 15થી 20 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, આગ કાબૂમાં આવી નથી.

આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.
આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડ પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડ પહોંચ્યું છે.
અન્ય સમાચારો પણ છે...