વડોદરા શહેરની મધ્યમાં આવેલા પદ્મમાવતી શોપિંગ સેન્ટરનું સમારકામ કરવા માટે મોટો ખર્ચ થાય તેમ છે. અને આ શોપિંગ સેન્ટર હવે વધતાજતા ટ્રાફિક માટે પણ અડચણરૂપ છે. ત્યારે શોપિંગ સેન્ટર સ્થિત દુકાનદારોને વૈકલ્પિક જગ્યા આપવા અને શોપિંગ સેન્ટર દૂર કરી નવિન આયોજન કરવા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.
કોર્પોરેશન દ્વારા આયોજન
વડોદરાના સુરસાગર પાસે આવેલ ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડીંગ તાજેતરમાં વડોદરા કોર્પોરેશનને સરકારે હસ્તાંતરિત કર્યા બાદ માત્ર ન્યાય મંદિર જ નહીં પરંતુ ન્યાયમંદિર વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનુ આયોજન કોર્પોરેશન દ્વારા ધરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે ન્યાયમંદિરની સામે આવેલું પદ્માવતી શોપિંગ સેન્ટર ટ્રાફીકને અટચણરૂપ થાય છે. અને મેન્ટેનન્સ પણ વઘુ માંગે છે. ત્યારે તેને દૂર કરીને ત્યાંના દુકાનદારોને ધંધા રોજગાર માટે નીતિ નિયમ અનુસાર વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા કોર્પોરેશનને સુચન કરવામાં આવ્યું છે.
હેરીટેજને વિશ્વ કક્ષાએ લઇ જવું જોઇએ
રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને આ સંદર્ભે એક પત્ર પણ લખ્યો છે., જેમાં તેમણે જણાવ્યું છે કે શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોના સંદર્ભમાં આયોજન હાથ ધરવા, અને શહેરના આ હેરીટેજને વિશ્વ કક્ષાએ લઇ જવા શું થઈ શકે તે માટે સંલગ્ન વિભાગો તથા અધિકારીઓ એક મીટીંગ ત્વરિત યોજીને ચર્ચા વિચારણા કરવી જાઇએ.
આગવી ઓળખ ઉભી થશે
ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતની ભવ્યતા આગવી છે. ઇમારતની બાજુમાં સુરસાગર તળાવની મધ્યમાં શિવજીની સુવર્ણ જડિત ઉંચી પ્રતિમા આકાર લઇ રહી છે. તળાવની બાજુમાં જ મ્યુઝિક કોલેજ પણ છે. પરંતુ વર્તમાન સમયમાં આ વિસ્તારની ગીચતા, ટ્રાફિકનું ભારણ તથા લારીઓના કારણે આ હેરીટેજ બિલ્ડીંગની દિવ્યતા અને ભવ્યતા ઓછી થઇ રહી છે. આ સમગ્ર બાબતો ધ્યાનમાં લઇને આ વિસ્તારને વિકસાવવામાં આવે તો શહેરની એક આગવી ઓળખ ઉભી થશે, પરંતુ તે માટે ન્યાયમંદિરની સામે પદમાવતી શોપીંગ સેન્ટર કે જે વર્ષો જુનુ હોવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ માંગે છે અને ટ્રાફિકને પણ ધણું અડચણરૂપ થાય છે. ત્યારે આ પદમાવતી શોપીંગ સેન્ટરને દૂર કરવું જાઈએ અને આ શોપિંગ સેન્ટરના જે દુાકનદારો છે તેઓને ઘંઘા રોજગારના નિતિ નિયમો મુજબ વૈકલ્પિક જગ્યા આપવાનુ આયોજન કરવુ જાઈએ.
તાત્કાલિક મિટીંગ બોલાવી જોઇએ
તેમણે પત્રમાં એમ પણ કહ્યુ છે કે, જો આયોજન પ્રમાણે કામ થશે તો આ આખી જગ્યા શહેરમાં આગવી જગ્યા તરીકે વિકસસે. અને વિશ્વ ફલક ઉપર શહેરનું નામ આગળ વઘશે.આ તમામ બાબતો અંગે વિચાર-વિમર્શ કરી આયોજન હાથ ધરવું જાઈએ અને આ અંગે તાત્કાલિક એક મીટીંગ બોલાવવી જાઈએ તેવુ સુચન તેમણે કર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.