માવઠું:વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદને પગલે ઘઉં અને કપાસ સહિતના પાકને નુકસાન

Vadodara2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગરઃ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં ગુરૂવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 11 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંતરામપુર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો મૂકાઇ ગયા છે. 
ઘઉં અને કપાસ સહિતના ઉભા પાકને નુકસાન
વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, મહીસાગર રાજપીપળા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ગુરૂવારે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડૂતોના ઘઉં અને કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. ચોમાસા બાદ બેથી 3 વખત થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. 

અન્ય સમાચારો પણ છે...