દારૂડિયા પતિ જોડે આવું જ કરાય:વડોદરામાં રોજ એક મહિલા પોલીસમાં ફોન કરે છે, 'સાહેબ મારો પતિ દારૂ પીને મારે છે, ગાળો ભાંડે છે... મને બચાવો!'

વડોદરા7 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • ગુજરાતમાં દારૂબંધી તોપણ સંસ્કારી નગરી વડોદરામાં દારૂડિયા પતિઓથી ત્રાસેલી પત્નીઓનો અવાજ
  • ઝૂંપડાં-ચાલી વિસ્તારની જ નહીં, પોશ એરિયામાંથી પણ પત્નીઓની દારૂડિયા પતિઓ સામે ફરિયાદ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, આમ છતાં પણ દારૂનું દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે અનેક ઘરો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. એમાં પણ દારૂડિયો પતિ હોય તો સ્ત્રીની જિંદગી બરબાદ થઈ જાય છે. હવે 21 સદીની નારીઓ દારૂડિયા પતિનો ત્રાસ સહન કરવાને બદલે તેને પોલીસમાં પકડાવી દેવા માટે મેદાનમાં ઊતરી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં આવા ઘણાબધા કેસો સામે આવ્યા છે. આ કેસો અંગે દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે રોજ એક મહિલા પોલીસમાં ફોન કરે છે... 'સાહેબ, મારો પતિ દારૂ પીને મારે છે, ગાળો ભાંડે છે... મને બચાવો!'

દિવ્યભાસ્કરે તમામ પોલીસ સ્ટે.ની FIR તપાસી
વડોદરા શહેરના સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન, ACB પોલીસ સ્ટેશન, DCB પોલીસ સ્ટેશન, રેલવે પોલીસ સહિત વિસ્તાર પ્રમાણે 27 પોલીસ સ્ટેશન આવેલાં છે. આ તમામ પોલીસ સ્ટેશનોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલી તમામ FIRની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એપ્રિલ-2022માં 30 મહિલાએ તેમના દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી દીધા હતા. આમ દરરોજ સરેરાશ એક પત્ની દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફોન કરવા મજબૂર બની રહી છે અને તેમને પોલીસને હવાલે કરી રહી છે. એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દારૂનું દૂષણ કેટલી હદે પરિવારોને બરબાદ કરી રહ્યું છે.

13 પોલીસ સ્ટેશનમાં દારૂડિયા પતિ સામે કેસ
વડોદરા શહેરમાં દારૂડિયા પતિઓને પત્નીઓએ પકડાવી દીધાના કેસ કોઇ એક વિસ્તાર પૂરતા સીમિત નથી. શહેરના હરણી, સમા, માંજલપુર સહિત ગોરવા અને લક્ષ્મીપુરામાં પણ આ પ્રકારના કેસો નોંધાય છે, એટલે કે આ સમસ્યા સમગ્ર શહેરમાં છે.

દારૂડિયા પતિ ઝઘડો કરી માર મારવાના કિસ્સા વધુ​​​
શહેરમાં નોંધાયેલી દારૂડિયા પતિઓ સામેની ફરિયાદમાં મોટા ભાગે તમામ મહિલાઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું છે કે મારો પતિ દારૂ પીને મને માર મારે છે અથવા તો મારી સાથે ઝઘડો કરે છે. આમ દારૂનું દૂષણ વધવાને કારણે મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ પણ વધી ગયા છે.

કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે
દારૂ પીને ધમાલ કરતા પતિઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1) (b), 85 (1) હેઠળ ગુના દાખલ થાય છે.

વડોદરામાં રોજ સરેરાશ 13 લોકો દારૂ પીધેલા ઝડપાયા
વડોદરા શહેરમાં એપ્રિલ-2022માં કુલ 404 લોકોને પોલીસે દારૂના નશામાં ઝડપી લીધા હતા. આમ, શહેરમાં દરરોજ સરેરાશ 13 જેટલા લોકો દારૂ પીધેલા શખસો ઝડપાય છે.

એપ્રિલમાં દારૂ પીધેલા ઝડપાયેલા શખસો

તારીખકેસ
2 એપ્રિલ18
3 એપ્રિલ7
4 એપ્રિલ8
5 એપ્રિલ13
6 એપ્રિલ21
7 એપ્રિલ12
8 એપ્રિલ12
9 એપ્રિલ12
11 એપ્રિલ14
12 એપ્રિલ23
13 એપ્રિલ8
14 એપ્રિલ13
15 એપ્રિલ11
16 એપ્રિલ24
17 એપ્રિલ45
18 એપ્રિલ17
19 એપ્રિલ10
20 એપ્રિલ20
21 એપ્રિલ9
22 એપ્રિલ9
23 એપ્રિલ9
24 એપ્રિલ10
25 એપ્રિલ7
26 એપ્રિલ17
27 એપ્રિલ8
28 એપ્રિલ14
29 એપ્રિલ16
30 એપ્રિલ17
કુલ404
અન્ય સમાચારો પણ છે...