વેકેશનમાં ઊલટી ગંગા:રોજનાં ફ્લાઇટ શિડ્યૂલ 26થી ઘટાડીને 9 કરાયાં, ઓપરેશનલ કારણ અપાયું

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુંબઇ, ચેન્નાઇ, દિલ્હી ફ્લાઇટ 2 દિવસ ઊડશે

કોરોના મહામારી બાદ વડોદરાથી ફ્લાઇટના શિડ્યૂલમાં નોંધપાત્ર વધારો થયો હતો. મહામારી અગાઉ રોજ વડોદરા આવ-જા કરતી ફ્લાઇટની સંખ્યા 22 હતી, જે મુજબ કેટલીક સાપ્તાહિક ફ્લાઇટ મળી 26 જેટલી ફ્લાઇટનો રોજ શિડ્યૂલ કાર્યરત થયો હતો. જે હાલ ઉનાળાના વેકેશન દરમિયાન અચાનક ઓપરેશનલ કારણોને આગળ ધરી ઘટાડી દેવામાં આવ્યો છે. વડોદરાથી માત્ર 9 ફ્લાઇટનો શિડ્યૂલ કાર્યરત રખાયો છે.

એરપોર્ટ ઓથોરિટી મુજબ ખાનગી એરલાઈન્સ દ્વારા ઓપરેશનલ કારણોથી શિડ્યૂલ ઘટાડ્યા હોવાનું જણાવાયું છે, જેમાં મુંબઇ, ચેન્નાઇ અને દિલ્હીની ફ્લાઈટ સપ્તાહમાં 2 દિવસ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ઘટેેલા શિડ્યૂલથી ઉનાળુ વેકેશનમાં ફરવા જનાર લોકોમુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વડોદરાથી રોજ 2200 જેટલા મુસાફરોની અવર-જવર શરૂ થઈ હતી, જે હવે ઓછી થતાં એરપોર્ટની આવક પણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...