બેરોજગારી:દાહોદ રેલવેમાં ફિઝિયોથેરાપિસ્ટની 1 પોસ્ટ માટે 50 ઉમેદવારો ઉમટ્યા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવતાં ભારે હંગામો થયો
  • હંગામી પોસ્ટ હોવા છતાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા

વેસ્ટર્ન રેલવેના દાહોદ રેલવે ના દવાખાના માં હંગામી ધોરણે 11 મહિના માટે એક ફિઝીયો થેરાપિસ્ટ ની જગ્યા માટે વડોદરા અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી ૫૦ જેટલા ફિઝિયોથેરાપિસ્ટ દાહોદ ઉમટ્યા હતા જોકે અચાનક ઇન્ટરવ્યું રદ કરાતા ઉમેદવારો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો રેલવે દ્વારા લાગતા-વળગતાની ભરતી કરી દેવામાં આવી છે તેવી ઉમેદવારોને જાણ થતાં રેલવે પાસે સત્તાવાર કારણ માનવામાં આવ્યું હતું પરંતુ તે અંગે રેલવે દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહોતી જેથી સ્થાનિક મીડિયા સમક્ષ ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરાથી ઇન્ટરવ્યૂ માટે ગયેલા ફિઝિયોથેરાપી નેહા રાણાએ જણાવ્યું હતું કે, રેલવે દ્વારા કોઈ પરિચિત ને આ જગ્યા માટે પસંદ કરાયો છે અમને આ અંગે માહિતી મળતા અમે રેલવે પાસે લેખિત કારણ માન્યું હતું પરંતુ કોઈ પણ જાતના સહી સિક્કા વગર તેમણે ઇન્ટરવ્યૂ સંગીત કરાયું હોવાની ખાલી લેખિત માહિતી આપી છે. રેલવે દ્વારા નાગરિકો સાથે અયોગ્ય વર્તન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...