તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના માંજલપુર સ્થિત કંપનીમાંથી ઘરે જવા નીકળેલા યુવકનું અવધૂત ફાટક નજીક સ્લિપ થયું હતું. જેમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક 6 મહિના પહેલાં જ પોલેન્ડથી અભ્યાસ કરી વડોદરા આવ્યો હતો. નોકરીથી છૂટ્યા બાદ તેણે પિતાને કોલ કરી પોતે ઘરે આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જોકે તે ઘરે પહોંચે તે પૂર્વે તેના મોતના સમાચાર પહોંચ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હીરામણી કોમ્પ્લેક્સમાં ગુણવંતભાઈ ઉર્ફે મુકુંદભાઈ ગૌરવ રહે છે. તેઓનો એક પુત્ર કેનેડામાં છે, જ્યારે બીજો 30 વર્ષનો પુત્ર પૃથ્વીશ 6 મહિના અગાઉ પોલેન્ડથી અભ્યાસ કરી વડોદરા આવ્યો હતો. વડોદરામાં તેણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, પરંતુ કોરોનાના કારણે તે સફળ થઇ શક્યો ન હતો. 3 મહિના અગાઉ તે માંજલપુરની એમએનસી કંપનીમાં ગ્રૂપ લીડર તરીકે જોડાયો હતો.
સોમવારે ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો તે સમયે તેને પિતાને કોલ કરી હું ઘરે આવુ છુ તેમ જણાવ્યું હતું. દરમિયાન અવધૂત ફાટકથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જવાના માર્ગ પર તેનું સ્કૂટર સ્લિપ થઈ ગયું હતું. અકસ્માતના બનાવમાં યુવકે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણી વ્યક્તિએ ફોન કરતાં અકસ્માત થયાની જાણ થઈ
પૃથ્વીશના પિતા ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર ત્રણ મહિના અગાઉ તે માંજલપુરની એમએનસી કંપનીમાં ગ્રૂપ લીડર તરીકે જોડાયો હતો. તેની ફરજનો ટાઈમ બપોરના 12થી રાતના 10 વાગ્યાનો હતો. ગઈ કાલે ફરજ પરથી છૂટ્યા બાદ તેણે ફોન પર હું ઘરે આવી રહ્યો છું, તેમ કહ્યું હતું. જોકે આ કોલ આવ્યાના થોડા સમય બાદ બીજા કોલ પર અજાણ્યા વ્યક્તિએ અમને પૃથ્વીશને અકસ્માત થયો હોવાનું જણાવી એસએસજી ખાતે બોલાવ્યા હતા, જ્યાં પહોંચતાં પૃથ્વીશનો મૃતદેહ જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.