તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ડબકાના જોશીપુરા પ્રા. શાળાના શિક્ષકો ઘર, શેરીઓમાં જઈને બાળકોને શિક્ષણ આપે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડબકા ગ્રુપના શિક્ષકો 188 વિદ્યાર્થીઓને હોમ લર્નીંગ દ્વારા શિક્ષણ આપે છે

વડોદરા જિલ્લાની ડબકા ગ્રુપ તેમજ જોશીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો ગામના 188 વિદ્યાર્થીઓને ઘરે-ઘરે અને શેરી-શેરીએ અને ખેતરોમાં જઈને શિક્ષણ આપી રહ્યાં છે. કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓ પાસે ટીવી કે સ્માર્ટફોન નથી તેવા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતું કાર્યક્રમ હેઠળ શિક્ષકો જ હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે.

ડબકા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ રસ્તો ન હતો. પણ પાદરા તાલુકાના જોષીપુરા ગામના શિક્ષકોએ ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

ડબકા સહિત પરા અને સીમ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો શેરીએ શેરીએ જઈ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે શિક્ષણ આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો ધો. 1મા પ્રવેશ મેળવ્યો છે અને કોરોનાના કારણે શાળામાં પણ જઈ શક્યા નથી એવા બાળકો પણ આ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકો શિક્ષણ આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...