તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ડભોઈનું નડા ગામ બન્યું ડિજિટલ, ગામમાં ઠેર-ઠેર CCTV લગાવ્યાં

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડામાં ચોરીના કિસ્સામાં પોલીસને ચોર પકડવામાં સરળતા થઈ ગઈ છે. - Divya Bhaskar
નડામાં ચોરીના કિસ્સામાં પોલીસને ચોર પકડવામાં સરળતા થઈ ગઈ છે.
 • સમગ્ર ગામમાં ચોરીના બનાવો ઘટ્યાં: સ્કૂલોમાં બાળકોના અભ્યાસ પર પણ શિક્ષકોની નજર

અમુક વર્ષો પહેલા ગટર,પાણી અને રસ્તાની સુવિધા હોય તેને જ વિકાસનો માપદંડ માનવામાં આવતો હતો. પરંતું સમયની સાથે હવે તેમાં સુરક્ષાનો ઉમેરો થયો છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નડા ગામમાં સુરક્ષાના ભાગ રૂપે ગામમાં ઠેક-ઠેકાણે 34 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે.જેના કારણે ગામ હાઈટેક તો બન્યું છે,પરંતું ગામમાં ચોરી થતી અટકી ગઈ છે.સ્કુલમાં પણ બાળકોના અભ્યાસ પર નજર રાખી શકાય છે.

ડભોઇ તાલુકા પંચાયતના સભ્ય અને નડા ગામમાં રહેતા ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, અમારું નડા ગામ 1800 લોકોની વસતિ ધરાવે છે. ગામ પાણી, રસ્તા અને ડ્રેનેજની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે. ઘરે ઘરે નળથી પાણી આવે છે. ગામમાં દૂધ ડેરી પણ છે. એક સમયે ગામમાં ચોરીઓ ખૂબ જ થતી હતી અને અસામાજિક તત્ત્વોનો પણ ત્રાસ રહેતો હતો. જેથી ગ્રામપંચાયતે મળીને સમગ્ર ગામમાં સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું હતું.

ગામના પ્રવેશદ્વારથી લઇને સમગ્ર ગામમાં 34 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ગામની સ્કૂલ અને પંચાયત ઓફિસમાં પણ તેનો સમાવેશ કરાયો છે. જેને કારણે ગામમાં થતી ચોરીઓ અટકી ગઈ છે અને સ્કૂલમાં બાળકોના શિક્ષણ પર પણ નજર રાખી શકાય છે. હવે અમારું ગામ ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે.

સોલાર પેનલ લગાવી વીજળીનું બિલ ઓછું કરવાની યોજના
નડા ગામના સરપંચ વૈશાલીબેન પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામની બે સ્કૂલમાં નડા ગામ, બોર બાર વસાહત, થરવાસા વસાહત, થરવાસા ગામ અને નડા વસાહતનાં બાળકો અભ્યાસ માટે આવે છે. સ્કૂલોમાં સીસીટીવી કેમેરા લગાવવાથી શાળાના પ્રિન્સિપાલ અને ગ્રામજનો બાળકોના અભ્યાસ પર નજર રાખી શકે છે અને આવનારા દિવસોમાં ગામમાં સોલર સિસ્ટમ લગાવવાનું આયોજન છે, જેથી ગામના લોકોને વીજબિલમાં પણ રાહત મળી રહે.

કોરોનાને કાબૂમાં રાખવામાં પણ કેમેરા મદદરૂપ બન્યા
વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, પરંતુ નડા ગામમાં કોરોના મહામારી દરમિયાન સીસીટીવી કેમેરાથી લોકો પર નજર રાખીને કોરોનાને કાબૂમાં રાખવામાં સફળતા મળી હતી. અને કોરોનાવાયરસ વધારે ફેલાયો નહોતો. કેમેરાને કારણે ગામમાં બહારની અવરજવર પર પણ કન્ટ્રોલ કરી શકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો