વડોદરા / ડભોઇના ધારાસભ્યએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો, લાઇસન્સ કઢાવવાના સમયને ગ્રેસ પિરિયડ તરીકે ગણવા માંગ કરી

Dabhoi MLA writes letter to state transport minister, seeks grace period for issuance of license
X
Dabhoi MLA writes letter to state transport minister, seeks grace period for issuance of license

  • લર્નિંગ લાઇસન્સ કઢાવ્યા બાદ 6 મહિનામાં પાકુ લાઈસન્સ કઢાવવામાં છૂટછાટ આપવા ધારાસભ્યની માંગ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:32 PM IST

વડોદરા. ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને પત્ર લખ્યો છે. જેમાં આરટીઓમાં લર્નિંગ લાઇસન્સ કઢાવ્યા બાદ 6 મહિનામાં પાકુ લાઈસન્સ કઢાવવામાં છૂટછાટ આપીને આવા નિયમમાં લોકડાઉનના સમયને ગ્રેસ પિરિયડ તરીકે આપવાની માંગ કરી છે.
લોકડાઉનને કારણે જે લોકોએ લર્નિગ લાઇસન્સ કઢાવ્યું છે તેઓ મુશ્કેલીમાં મુકાયા 
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશભરમાં બે મહિનાથી લોકડાઉન છે. ગુજરાતમાં પણ લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુને પત્ર લખ્યો છે અને લર્નિંગ લાઇસન્સ, પાકા લાઇસન્સ સહિત તમામ લાયસન્સમાં જે સમય મર્યાદા છે, તેની મર્યાદા સમયને ગ્રેસ પિરિયડ તરીકે ગણવામાં આવે અને આ અંગે જરૂરી નિર્ણય લઇને વહેલીતકે આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, લોકડાઉનને કારણે જે લોકોએ લર્નિગ લાઇસન્સ કઢાવેલુ છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો આ અંગેનો આદેશ કરવામાં આવશે તો સમગ્ર રાજ્યભરના નાગરિકોનો ફાયદો મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી