તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવાસ ફાળવણી વિવાદ:વડોદરાના ભાયલીમાં EWS આવાસોમાં લઘુમતીને વધુ ફાળવણી બાદ સ્થાનિકોની લડત, ડભોઈના MLAએ ફાળવણી રદ કરવા CMને પત્ર લખ્યો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડોદરાના ભાયલીમાં બની રહેલા EWS કેટેગરીના આવાસોમાં લઘુમતી કોમને વધુ ફાળવ્યા હોવાનું બહાર આવ્યા બાદ સ્થાનિક લોકો લડત ચલાવી રહ્યા છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ આ ફાળવણી રદ્દ કરીને તેમને અલગથી ફાળવવા પુનર્વિચાર કરવાની માગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લેખિતમાં ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, લઘુમતી કોમના વ્યક્તિઓને મકાન ફાળવવાથી વિસ્તારના રહીશોમાં રોષ અને ગુસ્સો છે અને આ વિસ્તારમાં રહેતા હિંદુ લોકોની લાગણીઓ પણ દુભાય છે. આ વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક રહીશોએ તેમને રજૂઆત પણ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે વડોદરા પાલિકા દ્વારા પણ આવાસ યોજનાઓ છે અને તેમાં આવી બાબતની વિશેષ કાળજી લેવામાં આવી છે અને ચોક્કસ સમુદાય લોકોને તેમના સમાજ સાથે રહી શકે તેવા આશયથી અલગ-અલગ 8 સ્કીમમાં 2577 મકાનોની સ્કીમ ચાલે છે અને તેમાંથી 271 મકાન ચોક્કસ સમુદાયને ફાળવવામાં આવ્યા છે. જ્યારે ભાયલીના 3 પ્લોટ પૈકી 1માં 90 જેટલા, બીજામાં 23 જેટલા અને ત્રીજામાં 13 જેટલા લઘુમતી વ્યક્તિઓને મકાન ફાળવવામાં આવ્યા છે ત્યારે તેઓને ફાળવણી રદ કરી લઘુમતી કોમના સમુદાય માટે સ્કીમ બહાર પાડી તેઓને મકાન ફાળવવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો