તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુથબંધી:ડભોઇ રિંગ રોડ પર ડિવાઇડર તોડ્યું પણ ભાજપમાં ભાગલા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૉર્ડ પ્રમુખ અને સ્થાયી સભ્યને છેલ્લી ઘડીએ જાણ કરાઇ
  • સ્થાયી અધ્યક્ષ અને વૉર્ડ 16ના 1 કોર્પોરેટર હાજર રહ્યાં

શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર ડીવાઇડર તોડી સાફ-સફાઈ કરવાની કાર્યવાહી ટાણે ભાજપની જુથબંધી સપાટી પર આવી છે અને તેના કારણે ભાજપી મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

વૉર્ડ ન.16 કે જેમાં ભાજપના બે અને કોંગ્રેસના 2 મળી કુલ ચાર કોર્પોરેટર છે. વૉર્ડ ન.16માં ભૂમિનગર, ડી માર્ટ સામેના રોડ પર ડિવાઈડર નડતર રૂપ જણાઈ આવતા તેને તોડી પાડવાનો કાર્યક્રમ દક્ષિણ ઝોન તરફથી સોમવારે રખાયો હતો.

આ તોડફોડ પૂર્વે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ અને વૉર્ડ 16ના ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ, આ જ વોર્ડના મહિલા કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય સ્નેહલ પટેલ સોમવારના આ કાર્યક્રમથી સદંતર અજાણ હતા. તેવી જ પરિસ્થિતિ વોર્ડ પ્રમુખ ભરત ઠક્કરની હતી. જોકે આ બંને આગેવાનોને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બંને ભાજપના આગેવાનોએ છેલ્લી ઘડીએ જાણ કેમ કરી તેવો સવાલ ઉઠાવીને ડીવાઇડરની તોડફોડમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. એક જ વૉર્ડમાં એડવાન્સમાં જાણ કરવાની બેધારી નીતિને કારણે ભાજપની જૂથબંધી ખુલ્લી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...