અંતિમ સંસ્કાર:ડભોઇના ભાજપના ધારાસભ્યના ભાઇની વડોદરામાં અંતિમયાત્રા નીકળી, શૈલેષ સોટ્ટાએ મોટાભાઇની અર્થીને કાંધ આપી

વડોદરા18 દિવસ પહેલા
ધારાસભ્ય શૈલેષ મહેતાના મોટાભાઇ નલિન મહેતાની તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી
  • ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોર્પોરેટરોએ સ્વ. નલિન મહેતાને શ્રદ્ધાંજલિ આપી

વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા ) ના મોટાભાઇ અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નલિન મહેતાનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તેઓના નિવાસસ્થાન 22, સૂર્યનગર સોસાયટીથી નીકળી હતી. જેમાં MLA શૈલેષ સોટ્ટાએ મોટાભાઇની અર્થીને કાંધ આપી હતી. બહુચરાજી સ્થિત ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયા
ભાજપના કોર્પોરેટરો, અગ્રણીઓ, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત અંતિમ યાત્રામાં જોડાયા હતા અને સ્વ. નલિન મહેતાનાને શ્રદ્ધાંજલિ આપી હતી. નલિન મહેતાના અણધાર્યા અવસાનથી તેમના પરિવારે વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો છે.

ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોર્પોરેટરોએ સ્વ. નલિન મહેતાને શ્રદ્ધાંજલિ આપી
ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોર્પોરેટરોએ સ્વ. નલિન મહેતાને શ્રદ્ધાંજલિ આપી
નલિન મહેતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ચુક્યા છે
નલિન મહેતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ચુક્યા છે

રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી
નલિન મહેતા તેમની પાછળ પત્ની અને બે સંતાનોને વિલાપ કરતાં મૂકી ગયા છે. તેઓના અણધાર્યા અવસાનથી પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ છે.

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત અંતિમ યાત્રામાં જોડાયા
કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત અંતિમ યાત્રામાં જોડાયા
અન્ય સમાચારો પણ છે...