તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:યુવા સરપંચની સૂઝબૂઝથી ડભાસા કોરોનામુક્ત ગામ બન્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે ડભાસા ગામમાં કોરોનાના 10 કેસ હતા, લોકજાગૃતિથી ગામ કોરોનામુક્ત બન્યું
  • ગામમાં શરદી-ખાંસી જેવા પ્રાથમીક લક્ષણો દેખાય તેવી વ્યક્તિઓ માટે આઈસોલેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે

પાદરા તાલુકાના ડભાસા ગામના યુવા સરપંચ દ્વારા ગામમાં કોરોનાના સંક્રમણને અટકાવીને ગામને કોરોનામુક્ત ગામ બનાવ્યું છે. એક સમયે ગામમાં 10 જેટલા કેસો હતા,ત્યારથી જ યુવા સરપંચે ગ્રામજનોમાં કોરોના સામે કેવી રીતે લડી શકાય તે માટે જનજાગૃતિ લાવી અને ગામમાં કોરોના સંક્રમણને અટકાવી દેવામાં સફળતા મેળવી છે. ગામમાં શરદી-ખાંસી જેવા પ્રાથમીક લક્ષણો દેખાય તેવા વ્યક્તિઓ માટે આઈસોલેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે.

ડભાસા ગામના સરપંચ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં 14 હજારની વસ્તી આવેલી છે. હાલમાં ગામમાં ચાર જેટલા કોરોના કેસ છે.અગાઉ આઠ થી દસ કેસો નોંધાયા હતા જે દર્દીઓ હવે સ્વસ્થ થયા છે.ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા દરેક જ્ઞાતિ - સમાજના યુવાનોની એક કોરોના વોરિયર ટીમ બનાવી છે.આ ટીમમાં ગ્રામ પંચાયતના દરેક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સરપંચ દ્વારા કોરોના વોરિયર ટીમ સાથે બેઠક કરી કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામના ૨૫૦૦ જેટલા ઘરોમાં કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ગામમાં ૨૫૦૦ જેટલા ઘરોમાં પાંચ માસ્ક,બે સાબુ અને સેનેટાઇઝરની બે બોટલ સાથેની આ કોરોના પ્રોટેક્શન કીટનું કોરોના વોરિયર ટીમ દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવી છે. કીટમાં આપેલ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની સમજ પણ દરેક પરિવારોને આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે કોરોના કહેરને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન ગામના ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજની ૯૦૦ કીટ તેમજ શાકભાજીની ૩૦૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામમાં 10 પથારી ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
સરપંચએ વધુમાં જણાવ્યું હતું કે,ગામમાં લોક સહયોગથી હાઇસ્કૂલમાં ૧૦ પથારીનાં સામૂહિક કોવાડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગામમાં જે લોકોને આઇસોલેશનની સુવિધા ન હોય એવા કોરોનાના તાવ, શરદી,ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે જેથી સંક્રમણ થતું અટકાવી શકાય.આ સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને ઉકાળા, દવા,ભોજન,ચા, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સતત જનજાગૃતિેના પ્રયાસ ગામમાં હાથ ધરાય છે
ગામના જ રહેવાસી કેતલભાઈના જણાવ્યા અનુસાર, ગામમાં સરકારની કોરોના ગાઈડ લાઈનનું ગ્રામજનો પાલન કરે છે.કોરોનાથી બચવા ગામમાં રિક્ષા મારફતે સતત જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. ગામના આરોગ્ય સબ સેન્ટરમાંથી દવાઓનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.ગ્રામજનો સહયોગ આપે તો કોરોનાને ચોક્કસ હરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...