શહેરના વાડી શનિદેવ મંદિર પાસે શુક્રવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં મહાકાળી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાં ગેસના સિલેન્ડરમાં આગ લાગતા કર્મચારી અને માલિક બંને દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોએ બંને ઇજાગ્રસ્તોને SSG ખસેડ્યા હતા.
સમગ્ર ઘટના અંગે કુપેન સુખડિયાએ જણાવ્યું કે, શનિદેવ મંદિર પાસેની ફરસાણની દુકાનના રસોડામાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં માલિક રાકેશભાઈ ભોઇ અને કારીગર અજય દાઝ્યા હતા. લાશ્કરોએ જણાવ્યું કે, રસોડામાં બોટલમાં આગ લાગી હતી.
ફ્લેમ મોટી હોવાથી રસોડામાં ફેલાઈ હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો નથી. આગ દુકાનના આગળના ભાગ સુધી ફેલાતા અટકાવવામાં સફળતા મળી હતી. દુકાનની ઉપરના મેળે રહેતા રવિ સથવારા, દીકરી અને બહેનને હેમખેમ નીચે ઉતારી રેસ્ક્યુ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.