તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલયાત્રા:મનાલીથી 560 કિમી સાઇકલિંગ કરી લેહમાં 50 ફૂટનો તિરંગો ફરકાવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની યુવતી સહિતના યુવકોના ગ્રૂપે 560 કિલોમીટરની સાઇકલ યાત્રા કરી લેહ ખાતે 50 ફૂટ લાંબો તિરંગો ફરકાવ્યો હતો. - Divya Bhaskar
વડોદરાની યુવતી સહિતના યુવકોના ગ્રૂપે 560 કિલોમીટરની સાઇકલ યાત્રા કરી લેહ ખાતે 50 ફૂટ લાંબો તિરંગો ફરકાવ્યો હતો.
  • વડોદરાની યુવતી સાથે13 ગુજરાતીઓના ગ્રૂપની સાઇકલયાત્રા
  • ‘રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સિનેશન’નું અભિયાન

વડોદરાની યુવતી નિશાકુમારીએ અમદાવાદ અને ડિસાના 13 યુવાનો સાથે મનાલીથી લેહ- ખાર્દુંગ્લા સુધીનું 560 કિમીનું સાઇક્લિંગ કરીને લેહ ખાતે ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. નિશાકુમારી અને તેની ટીમે ‘રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સિનેશન’ના સંદેશા સાથે આ સાઇકલયાત્રા કરી હતી.

આ વિશે નિશાકુમારીએ જણાવ્યું કે અમે 21મી જૂનથી સાઇક્લિંગ શરૂ કર્યું હતું. આ દિવસો દરમિયાન માઇનસ બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન અને જિસ્પાથી આગળ જતાં 25થી 30 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાતો હતો અને ઊંચાઇએ સાઇક્લિંગ કરવું ભારે પડકારજનક બની રહ્યું હતું.

વહેલી સવારે આસપાસની નદીના પાણી પણ છીજી ગયેલા નજરે ચઢતા હતા. જોકે સ્ટાફ, ટેન્ટ અને પેક્ડ લંચ સાથે જ લઇને નીકળ્યા હોવાથી ખોરાકને લગતી કોઇ સમસ્યા સર્જાઇ ન હતી. લેહમાં અમે 50 ફૂટ લાંબો ભારતનો રાષ્ટ્ર્ધ્વજ ફરકાવ્યો હતો.’ આ લોકો મનાલીી મહરી, તાંડી, જીસ્પા, સોકરસ લટો થઇને લેહ અને ત્યારબાદ ખાર્દુંંગ્લા પહોંચ્યા હતા. આ તમામ ગામોના લોકોને તેમણે કોરોના વેક્સિન લેવા માટે સમજાવ્યાં હતા. લેહમાં આર્મીની ટીીમે આ વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસના રોકાણની વિશેષ મંજૂરી પણ આપી હતી.

નિશાકુમારીએ એમએસયુમાંથી એમએસસી કર્યું છે તે કહે છે કે, ‘મને એડવેન્ચરનો શોખ વર્ષોથી છે, અમદાવાદ અને ડિસાના જે લોકો આ સાહસિક સાયકલ યાત્રામાં જોડાયા હતા તેઓ પણ નિયમિતપણે 30થી 50 કિમી સાઇક્લિંગ મેદાનો પર કરતા હતા.

જોકે અહીં ઊંચાઇએ અને હાડથિજાવતી ઠંડીમાં સાઇક્લિંગ કરવાનો અનુભવ પડકારજનક હતો જે સદભાગ્યે કોઇએ પણ કોઇ પણ પ્રકારની દવા કે ઇન્જેકશન લીધા વિના પાર પાડ્યો હતો.’ આ ટીમ આગામી દિવસોમાં ગુજરાત પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...